દોસ્તો જામનગરની માર્કેટયાર્ડમાં 14753 મણ કપાસની આવક થયા ને આપણે જણાવી દઈએ કે કપાસના ભાવ 1100 રૂપિયાથી લઈને 1540 રૂપિયા જેવા બોલાયા હતા. ખેડૂતો માટે ખુશીની વાત તો ત્યારે કહેવાય જ્યારે ગઈકાલની સરખામણીએ કપાસના ભાવમાં 20 રૂપિયા જેટલો મોટો વધારો નોંધાયો છે.
કપાસની સાથે સાથે જો જીરૂના ભાવની પણ વાત કરવામાં આવે તો 3000 રૂપિયાથી લઈને 6205 રૂપિયા જેવા જોવા મળ્યા હતા અને 241 જેટલા ખેડૂતો જીરું વેચવા માટે જામનગર માર્કેટ યાર્ડમાં આવતા આ સિઝનમાં સૌથી વધારે જીરૂની આવક પણ થઈ હતી.
આ ઉપરાંત સાથે મિત્રો અજમાના ભાવમાં પણ ₹2,000 થી લઈને 4650 જેવા બોલાયા હતા અને આની સાથે સાથે સૂકા મરચાના ભાવ 1100 રૂપિયાથી લઈને 3300 રૂપિયા જેવા બોલાયા હતા. આ ઉપરાંત ડુંગળીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો અને સો રૂપિયાથી લઈને 380 તેનો પણ ભાવ બોલાવ્યો હતો
અને સાથે સાથે મગફળીના ભાવમાં પણ નજર કરવામાં આવે તો હજાર રૂપિયાથી લઈને 1300 રૂપિયા સુધી મગફળીના સોદા થયા હતા.એરંડાના ભાવની પણ વાત કરવામાં આવે તો 1071 રૂપિયાથી લઈને 1105 રૂપિયા જેવા રહ્યા હતા અને રાયડાના ભાવ પણ 800 રૂપિયાથી લઈને 973 રૂપિયા
અને સાથે સાથે રાયના ભાવ 1175 થી 1300 રૂપિયા જેવા બોલાયા હતા અને લસણના ભાવ માટે તો ખુશી કહેવાય કારણ કે લસણના ભાવમાં ઓંચીતો ઘટાડો થયો છે અને 1700 રૂપિયાથી લઈને 2740 રૂપિયા ના ભાવે લસણ વેચાયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment