અમદાવાદમાં રસ્તા ઉપર ચાલતા વ્યક્તિ સાથે અચાનક જ કાંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

અત્યારે દેશમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે રોડ ઉપર ભૂવો પડ્યો છે. ભૂવાને બેરીકેડ્સ ન કરવામાં આવતા શનિવારે પડેલા ભારે વરસાદને કારણે તેમાં પાણી ભરાઈ ગયું હતું. ચાલુ વરસાદમાં એક વ્યક્તિ ત્યાંથી પસાર થઈ હતી અને સીધી ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. ભૂવાને બેરિકેડ્સ ન કરવામાં આવતા આ ઘટના બની હતી, વ્યક્તિ ભૂવામાં પડવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ છે.

તે વ્યક્તિ ભૂવામાં પડતા છબછબિયા કરી તરતી કાંઠે આવી હતી અને બીજા યુવાને તેને ખેંચી લેતા તેનો જીવ બચ્યો હતો. શહેરમાં છેલ્લા એક મહિનામાં 50થી વધુ જગ્યાએ ભૂવા પડ્યા છે. જેમાં તાજેતરમાં જમાલપુર વિસ્તારમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેવી ટ્રક રોડ પરથી પસાર થઈ અને અચાનક જ ભૂવો પડ્યો હતો. ટાયર ભૂવામાં પડે એ પહેલા જ ટ્રક થોડી આગળ નીકળી ગઈ હતી, ભૂવો પડતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ કરવામાં આવતા આસપાસ બેરીકેડ્સ મૂકી દેવામાં આવ્યા છે. રસ્તાઓ સારા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, ભૂવો પડ્યા બાદ ત્યાં સમારકામની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ જે બેરીકેડ્સ લગાવવા જોઈએ એ લગાવવામાં આવ્યા ન હતા.

શનિવારે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રોડ પર તેમજ ભૂવામાં પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાવાના કારણે એ ઢંકાઈ ગયો હતો અને એક યુવક ત્યાંથી પસાર થયો હતો અને સીધો તે ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો. સદનસીબે ભૂવો એટલો ઊંડો હતો નહીં અને યુવાનનું મોઢું બહાર દેખાતું હતું, જેથી સ્થાનિક લોકોએ દોડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

એક વ્યક્તિએ લાકડી લઈને તેને હાથ આપી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, આમાં પડવા અંગેની અને તેને બચાવવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ઇજનેર વિભાગની બેદરકારીને કારણે યુવાન વરસાદના ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનની આટલી મોટી બેદરકારી સામે આવી છે, જ્યારે ત્યાં ઊંડાણ વાળી જગ્યા હતી. તો એને બેરીકેડ્સ કેમ મારવામાં આવ્યા ન હતા. મોનસુન ની કામગીરી દરમિયાન જ્યાં પણ રોડ બેસી જવાની અને ખોદાણ કરેલી જગ્યા છે એ જગ્યા ઉપર બેરીકેડ્સ મારીને જાહેર ચેતવણીના બોર્ડ મારવાની મોટી વાતો કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*