લો બોલો…પહેલા બટેકાને હવે ટમેટાં..! સુરતની કાપોદ્રા માર્કેટમાંથી 150 કિલો ટમેટાની થઈ ચોરી… જુઓ ટમેટા ચોરના CCTV ફૂટેજ…

આજકાલ સોશિયલ મીડિયા પર ચોરીની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ સામે આવી રહ્યા છે. બજારમાં શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની પણ ચોરી થવા લાગી છે. ત્રણ દિવસ પહેલા મોટા વરાછા વિસ્તારમાંથી બટાકા ની ચોરી થયા બાદ હવે ટામેટાની પણ ચોરીની ઘટના સામે આવી છે. બજારમાં ટામેટાના ભાવ 200 ને પાર થતા હવે ટામેટાની ચોરી પણ થવા લાગી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુના ટામેટાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

આરોપી ઘનશ્યામને પોલીસે ઝડપી પાડ્યો.

માર્કેટમાંથી ટામેટાની ચોરી સીસીટીવી માં કેદ થઈ છે, પોલીસે હાલ તો આ બાબતે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે અને ચોરને ઝડપી લીધો છે. રોજગારી ન મળતા આરોપીએ ટામેટા ચોર્યા હતા અને સ્થાનિક લોકોને 40 રૂપિયે કિલો વેચી દીધા હતા. પોલીસે ઘનશ્યામ દેવીપુજક નામના ટામેટા ચોરને પકડી પાડ્યો છે. જે મૂળ ભાવનગર જિલ્લાનો વતની છે અને સુરત શહેરની અંદર છેલ્લા પાંચ મહિના પહેલા રોજગાર માટે આવ્યો હતો.

રોજગાર ન મળતા આખરે ચોરીના રવાડે ચડ્યો હતો, ત્યારે હાલ શાકભાજીના ભાવ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને શાકમાર્કેટની અંદરથી મોંઘા શાકભાજીની ચોરી કરી સ્થાનિક લોકોને 400 રૂપિયા કિલે શાકભાજી વેચી દીધી હતી. કાપોદ્રા પોલીસે આ શાકભાજી ચોરી કરનાર ની અટકાયત કરીને ચોરેલા તમામ શાકભાજી જપ્ત કરીને મૂળ માલિકને પરત કર્યા હતા. હાલ બજારમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ચોરો પણ કીમતી ચીજ વસ્તુ નહીં પરંતુ જીવન જરૂરિયાતની ગણાતી શાકભાજીની ચોરી કરવા લાગ્યા છે.

સુરતમાં ત્રણ દિવસ પહેલા જ મોટા વરાછા વિસ્તારમાંથી 17 કટા‌ બટાકાની ચોરીની ફરિયાદ ઉતરાણ પોલીસ મથકમાં નોંધાઈ હતી. સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ નજીક આવેલી શાકભાજી માર્કેટમાંથી ટામેટા, રીંગણા અને લસણની ચોરી થયાની અરજી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં થઈ છે. કાપોદ્રા ની શાક માર્કેટમાંથી ટમેટા સહિતના શાકભાજીની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.

વેપારીને સવારે શાકભાજીની ચોરી થયાની જાણ થતા શાકમાર્કેટમાં લગાવેલા સીસીટીવી ની તપાસ કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે કોઈ યુવક ટમેટા લઈ જતા નજરે પડ્યો હતો. માર્કેટમાંથી ટમેટા ચોરી વેપારીના 150 કિલો થી વધુ ના ટમેટા ચોરી ગયો હતો. ત્યારબાદ વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, પોલીસે સીસીટીવી ના આધારે આરોપીને પકડવા ટીમો કામે લગાવી હતી. સામાન્ય લોકો માટે ટમેટા ખરીદવા મુશ્કેલ બની ગયા છે, બીજી તરફ બે દિવસથી શાકભાજીની ચોરી થવાની ઘટના બનતા વિક્રેતા તેમજ નાના વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.

મોંઘવારી વચ્ચે ચોરી થતા વેપારીઓને બમણો માર વાગી રહ્યો છે, શહેરમાં વધતી જતી શાકભાજી ચોરીની ઘટનાઓને લઈ પોલીસની ચિંતા પણ વધી રહી છે. પોલીસ મથકે શાકભાજીની ચોરીની ફરિયાદો આવી રહી છે ત્યારે શહેરની પોલીસના જવાનોના હવે શાકભાજી ચોરોને શોધવાના દિવસો આવી ગયા છે. બીજી તરફ શાકભાજી વિક્ર્તાઓએ પણ હવે ટામેટા રાખવા માટે તિજોરી લેવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*