ચોમાસાની સીઝન શરૂ થતા જ સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાટડી તાલુકાના નવા સડલા ગામે રહેતા એક વૃદ્ધ વ્યક્તિ ખેતરમાં કામ કરી રહ્યા હતા.
ત્યારે અચાનક જ તેમને એક સાપ કરડ્યો હતો આ કારણોસર તેમનું તડપી તડપીને મોત થયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઝેરી સાફ કરડીયા બાદ વૃદ્ધ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા.
અહીં સારવાર મળે તે પહેલા તો વૃદ્ધ વ્યક્તિનું કરુણ મોત થઈ ગયું હતું મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ મનાભાઈ છગનભાઈ સોલંકી હતું અને તેમની ઉંમર 65 વર્ષની હતી. મનાભાઈ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમને એક સાપ કરડ્યો હતો.
આ વાતની જાણ થતા જ આસપાસના ખેડૂતો ત્યાં દોડી આવ્યા હતા અને પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચી આવ્યા હતા. ત્યાર પછી મનાભાઈ ને સારવાર માટે તાત્કાલિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે મનાભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ચોમાસાની સિઝનમાં સાપ કરાવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment