મીડિયા સાથે વાતચીત કરતી વખતે અચાનક જ ‘રાખી સાવંત’ થઈ ગઈ બેહોશ, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ વાયરલ વિડિયો…

Published on: 4:28 pm, Wed, 8 February 23

મિત્રો તમે બધા સોશિયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહેનારી રાખી સાવંતને તો જરૂર ઓળખતા હશો. હંમેશા નતનવી હરકતો કરીને તમામ લોકોને હસાવનારી રાખી સાવંત પર છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓ તૂટી પડી છે. થોડાક સમય પહેલા જ રાખી સાવંતની માતાનું દુઃખદ નિધન થયું હતું. આ દરમિયાન રાખી સાવંત અને આલિદ વચ્ચે ડખો ચાલી રહ્યો હતો.

રાખી સાવંતે હાલમાં આદિલ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી અનુસાર રાખી સાવંતે આદિલ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે આદિલની ધરપકડ કરી છે. આ બધા વચ્ચે રાખી સાવંતનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં રાખી સાવંત રાત્રે મીડિયા સાથે વાત કરતા કરતા અચાનક જ બેહોશ થઈ ગઈ હતી. આ ઘટના મંગળવારના રોજ બની હતી. આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો રાખી સાવંતની આવી હાલત જોઈને દુઃખી થઈ ગયા છે અને ઘણા લોકો રાખી સાવંતને ડ્રામાબાજ કહી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ક્યારે મીડિયા રાખી સાવંતને સવાલ પૂછી લે છે, ત્યારે રાખી સાવંત અચાનક જ બેહોશ થઈ જાય છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. કેટલા લોકો રાખી સાવંતને પાણી આપી રહ્યા છે અને ઘણા લોકો રાખી ડ્રામા કરી રહે છે તેવું કરી રહ્યા છે.

કારણકે બેહોશ થઈ ગયા બાદ રાખી સાવંતના હાથમાંથી મોબાઇલ પણ ન છૂટ્યો તેવું લોકો કહી રહ્યા છે. ઘણા લોકો તો કહી રહ્યા છે કે રાખી સાવંતના આ ડ્રામાને ઓસ્કર આપવો જોઈએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી સાવંત બેહોશ થઈ જાય છે. ત્યારે આસપાસ ઉભેલા કેટલાક લોકો તેને સંભાળી લે છે અને પછી તેને ગાડીમાં બેસાડી દે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર viralbhayani નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને ઘણા લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને તમે જ કહો આખી સાવંત સાચું માં બેહોશ થઈ હશે કે તે ડ્રામા કરે છે. તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મીડિયા સાથે વાતચીત કરતી વખતે અચાનક જ ‘રાખી સાવંત’ થઈ ગઈ બેહોશ, પછી તો કંઈક એવું બન્યું કે… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*