રાત્રે અચાનક જ ઘરમાં લાગી ભયંકર આગ, માં અને દીકરાનું કરુણ મોત… હે ભગવાન આવા દિવસો કોઈ પરિવારને ન બતાવતો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બે માળના મકાનમાં અચાનક જ ભયંકર આગ લાગી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં આગમાં ફસાયેલા માં અને દીકરાનું કરુણ મૃત્યુ થયું છે. એક જ સાથે એક જ દિવસે માં-દીકરાનું મૃત્યુ થતાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાત્રે એક વાગ્યાની આસપાસ બની હતી. સમગ્ર ઘટનાને લઈને ઘરની સામે રહેતા એડવોકેટ દેવેશ શર્માએ જણાવ્યું કે, મોડી રાત્રે બૂમો પાડવાનો અવાજ આવ્યો એટલે તે બહાર આવ્યા હતા. બહાર આવીને મેં જોયું તો સામેના ઘરના ઉપરના માળે આગ લાગી હતી.

ત્યાર પછી મેં આ ઘટનાની જાણ આસપાસના લોકોને અને ફાયર વિભાગની ટીમને કરી હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે આગ ઓલવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. ફાયર વિભાગની ટીમ ઘરમાં ફસાયેલા 18 વર્ષના તુષાર ચેતન મંગલ નામના બાળકને બહાર કાઢીને તેને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો.

જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ઘરમાં ફસાયેલી 45 વર્ષીય રાધિકા ચેતન મંગલ પોતાનો જીવ બચાવવા માટે ગભરાઈને ગેલેરીની તરફ દોડી હતી. આ દરમિયાન મહિલાનો પગ લપસી ગયો હતો અને તે બીજા માળેથી નીચે પડી હતી. ત્યારબાદ મહિલાને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

18 વર્ષીય દીકરા ચેતન અને 45 વર્ષીય માતા રાધિકાનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અચાનક આગ કયા કારણોસર લાગે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસ વિગતવાર કાર્યવાહી કરી રહે છે. આ ઘટના મૌલાના આઝાદ માર્ગ પર ત્રિવેણી ચોક ખાતે રહેતા ચેતન મંગલના ઘરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર ફાયર વિભાગની ટીમે રાત્રે 3:00 વાગ્યાની આસપાસ ઘરમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ચેતન મંગલની પત્ની રાધિકા અને દીકરા તુષારનું મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટ થવાના કારણે આ ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*