સુઇગામ તાલુકાના જલિયા ગામના એક યુવા અગ્રણીનું સોમવારના રોજ રાત્રે અકસ્માત થયો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
મળતી માહિતી અનુસાર વાવ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ દિનેશજી લક્ષ્મણજી ડોડીયા સોમવારના રોજ લગભગ આઠ વાગ્યાની આસપાસ પોતાની બાઈક લઈને ખેતરે થી ઘરે આવવા નીકળ્યા હતા.
ત્યારે નડાબેડ રોડ પર વિધુત બોર્ડ નજીક રસ્તાની વચ્ચે અચાનક ભેંસ આડી આવી જતાં તેમને બાઈક ની બ્રેક લગાવી હતી અને તેઓ સ્લીપ થઈ ગયા હતા. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારબાદ તેને સારવાર માટે સુઈગામ CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેમને થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંગળવારના રોજ તેમનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ થયું હતું.
તેમના મૃત્યુના કારણે સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ઉપરાંત પરિવારજનો પણ ભાંગી પડ્યા હતા. તેની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એટલું જ નહીં પરંતુ સ્મશાનયાત્રામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત તમામ રડી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment