મિત્રો ઊંચી ઊંચી ઇમારતોમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. મુંબઈના તિલકનગરમાં નવીન તિલકનગર રેલ વ્યુ બિલ્ડિંગમાં આજરોજ બપોરે અચાનક જોરદાર આગ લાગી હતી. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
બિલ્ડિંગમાં રહેતા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે ફ્લેટની બાલ્કનીમાં લટકવું પડ્યું હતું. આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો પોતાનું જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતા જોવા મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં 20 લોકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે. બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા જ 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને દોરડાની મદદથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના બપોરે લગભગ 2.43 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે હાજર થઈ ગઈ હતી. આ બિલ્ડીંગની અંદર હજુ પણ ઘણા બધા લોકો ફસાયેલા છે તેવું કહેવામાં આવી રહ્યું છે.
#WATCH | Massive fire incident in #Mumbai
Rail View building in Tilak Nagar near #Kurla, caught fire
Many trying to escape and save their lives through windows.
Rescue operation underway for people stuck in the residential building.
10 firefighter vehicles at the spot. pic.twitter.com/pFWglLaOJR
— Subodh Kumar (@kumarsubodh_) October 8, 2022
મુંબઈની ફાયર વિભાગની ટીમનું કહેવું છે કે, તેમની ટીમ ઘટના સ્થળે નજર રાખી રહી છે અને લોકોને સલામત રીતે બિલ્ડિંગમાંથી બહાર કાઢી રહી છે અને હજુ પણ ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની મોટી જાનહાની થઈ નથી તે ખૂબ જ સારા સમાચાર છે.
#BREAKING | Massive fire in a residential building at Mumbai’s Tilak Nagar, #Kurla. Many stuck inside. People seen trying to escape through windows. At least 10 fire tenders at spot. #Mumbai #KurlaFire #MumbaiFire pic.twitter.com/v28LqjPyDG
— Subodh Kumar (@kumarsubodh_) October 8, 2022
આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે લોકો પોતાનો જીવ બચાવવા માટે બાલ્કનીની ગ્રીલ માંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment