ખંભાળિયાના ઉદ્યોગપતિના દીકરાનું અચાનક જ દુઃખદ નિધન… જવાન દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો… જાણો શું છે મોતનું કારણ…

Published on: 6:24 pm, Wed, 9 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ અટેક ના કારણે નાની વયમાં મૃત્યુ થયા હોય તેવા કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો ખંભાળિયામાંથી સામે આવ્યો છે, ખંભાળિયાના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રજાપતિ સમાજના અગ્રણી સ્વ મેઘજીભાઈ નરસિંહભાઈ ટાકોદરા ના પુત્ર ચેતનભાઇનું આજરોજ હૃદય રોગના કારણે તેમનું મૃત્યુ થયું હતું.

હુમલા ના કારણે મૃત્યુ નીપજતા સમગ્ર શહેરમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે. ખંભાળિયા શહેર ભાજપના ઉપપ્રમુખ ધીરુભાઈ ટાકોદરા ના ભત્રીજા ચેતનભાઇને આજે વહેલી સવારે છાતીમાં દુખાવો ઉપાડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ચેતનભાઇ પ્રજાપતિ ના અકાળે નિધનથી તેમની એક માસુમ પુત્રી તેમ જ પરિવારજનો સાથે સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજમાં આક્રંદ સાથે કરુણતા પ્રસરી જવા પામી છે. ગતરોજ સાંજે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો, રાજકીય તેમના સામાજિક આગેવાનો જોડાયા હતા.

ખંભાળિયા સહિત જિલ્લામાં નાની વયના યુવાનોના વધતા મૃત્યુના દરના કારણે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વારંવાર સોશિયલ મીડિયા પર હાર્ટ અટેક ના કારણે નાની વયના યુવાનોનો મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધતો તો જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખંભાળિયાના ઉદ્યોગપતિના દીકરાનું અચાનક જ દુઃખદ નિધન… જવાન દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો… જાણો શું છે મોતનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*