સતત વધતા હાર્ટ એટેકના બનાવના કારણે હવે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. ત્યારે સુરતમાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવી રહ્યો છે.
આ ઘટનામાં એક 40 વર્ષના વ્યક્તિને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી તેમનું મોત થઈ ગયું હતું. એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હશે.
મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ સુશાંત પાંડે હતું અને તેમની ઉંમર 40 વર્ષની હતી. સુશાંત પાંડે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હતા. સુશાંત પાંડે કામરેજ ખાતે લુમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનો ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે સુશાંત પાંડે કારખાનામાં કામ કરીને આવ્યા હતા.
ઘરે આવ્યા બાદ અચાનક જ તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. એટલે તેઓ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સુશાંત પાંડેની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહે છે કે સુશાંત પાંડેનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. સુશાંત પાંડેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનો સાચો કારણ જાણી શકાશે. મિત્રો હાલમાં ગુજરાતમાં ઘટે તેના બનાવો ખૂબ જ વધી ગયા છે. એટલે તમામ લોકોને અપીલ છે કે, જો તમને શરીરમાં કોઈ પ્રકારની તકલીફ પડે તો તરત જ સમય બગાડ્યા વગર ડોક્ટર પાસે જતા રહેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment