માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો… રમતા-રમતા 9 મહિનાના બાળક સાથે કંઈક એવું બન્યું કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માત્ર 9 મહિનાની ઉંમરની સાક્ષી બાવરી જે રાજસ્થાનના ભીમપુરની રહેવાસી છે.

તારીખ 15 ઓક્ટોબરે સાંજે સાક્ષીની માતાએ એના મોઢામાં પેનના પ્લાસ્ટિકનો ટુકડો જોયો અને કાઢવાની કોશિશ કરી. પરંતુ માતા આ પેનના પ્લાસ્ટિકનો ટુકડો કાઢવામાં નાકામ રહી અને પછી તરત જ સાક્ષીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયા. આસપાસની હોસ્પિટલો અને રાજસ્થાનમાં ઘણી બધી હોસ્પિટલમાં ફર્યા પછી એમને કોઈએ કહ્યું કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાવ તો તરત જ ઉપચાર થઈ જશે.

બીજા દિવસે સવારે આઠ વાગ્યાની આસપાસ સાક્ષીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી. ત્યારે એની હાલત ખૂબ જ ગંભીર હતી, બીજા દિવસે પણ શ્વાસોશ્વાસ ખૂબ જ વધારે હતા. ઓક્સિજન સેચ્યુરેશન પણ 55 થી 60 ની વચ્ચે રહેતું હતું. પહેલી વખત એવું થયું છે કે પેશન્ટની સ્ટ્રોંગ હિસ્ટ્રી અને મધરના સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ ના આધારે સાક્ષીને ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરવામાં આવી.

આશ્ચર્યની વાત એ છે કે એના જમણા ફેફસાની અંદર પ્લાસ્ટિકના ટુકડા નો એક ભાગ હતો. તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો અને એક વખત આ ફોરેન બોડી નીકળી ગઈ પછી સાક્ષીની તબિયત એકદમ સારી થઈ ગઈ હતી.

ઇમરજન્સી બ્રોન્કોસ્કોપીમાં ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર કલ્પેશ પટેલ, ડોક્ટર ભાવનાબેન અને ડોક્ટર નમ્રતાબેનનો ખૂબ મોટો સહયોગ રહ્યો અને એક ટીમ તરીકે સૌએ સાથે મળીને એકબીજાના કોર્ડીનેશનમાં આ કોમ્પ્લેક્સ સર્જરી સારી રીતે કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળ રોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી જણાવે છે કે છેલ્લા બે વર્ષમાં 51 બાળકોએ પીડીએફ સર્જરીમાં શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક વધવાથી અને કોઈ ડેફિનેટ ફોરેન બોડી શ્વાસનળીમાં ઉતરી જવાની હિસ્ટ્રી સાથે દાખલ થયા છે.

એમાંથી 50% જેટલા બાળકો એક વર્ષથી નાની ઉંમરના છે, દરેક મા બાપે ખાસ ધ્યાન રાખવાની એવી વસ્તુ એ છે કે જ્યારે બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હોય ત્યારે આ પ્રકારની ફોરેન બોડી એના શ્વાસનળીમાં ન જાય અથવા મોઢામાં ન જાય એની ખાસ કાળજી લેવી જોઈએ. જેથી કરીને આવી ઈમરજન્સી સિચ્યુએશનમાં હોસ્પિટલમાં દોડવું ન પડે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*