હા મોજ હા…! પાણીની અંદર ગરબા લેતા યુવકનો વિડીયો થયો વાયરલ… વિડીયો જોઈને મોજ પડી જશે…

હાલમાં નવરાત્રી નો તહેવાર ચાલી રહ્યો છે, ગરબા પ્રેમીઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. સમગ્ર ભારતમાં નવરાત્રી નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દરરોજ વિવિધ સ્થળોએ ગરબા નૃત્ય પણ જોવા મળે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં પાણીની નીચે ગરબા ડાન્સ જોવા મળી રહ્યો છે. હાઇડ્રોમેન તરીકે પ્રખ્યાત ભારતના પ્રથમ અન્ડરવોટર ડાન્સ જયદીપ ગોહિલે આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકો આ વિડીયો ને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં તે પાણીની અંદર ગરબા અને દાંડિયા કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકો મેદાનમાં અથવા ગ્રાઉન્ડમાં તો ગરબા રમતા જ હોય છે પરંતુ પહેલીવાર પાણીની અંદર ગરબા રમતા જોયો છે. વિડીયો જોઈને તમને પણ નવાઈ લાગશે.

આ વ્યક્તિ ક્યારેક પાણીની અંદર સ્ટંટ કરતો જોવા મળે છે તો ક્યારેક તે સ્નૂકર રમવા લાગે છે. આ વખતે તેનો ગરબા વિડિયો વાયરલ થયો છે અને વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા જયદીપ એ હાથમાં દાંડિયા સાથે ગરબા કર્યા અને પછી જમીન પર સૂઇને સ્ટંટ કર્યો હતો.

વીડિયો જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વિડીયો જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hydroman (@hydroman_333)

એક યુઝરે લખ્યું, ‘તે મરમેઈડ જેવો લાગે છે’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું આ પહેલાં ક્યારે આવું કંઈ જોયું નથી. જયદીપ ગોહિલ આ વિડીયો જોઇને ઘણા લોકોએ તેના વખાણ પણ કર્યા છે અને ઘણા લોકોએ તેને જોખમી પણ ગણ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*