સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે લગભગ ચાર દિવસ પહેલા બનેલા એક ચોંકાવનારા કિસ્સા વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડ નો શોખ પૂરો કરવા પોતાના માતા પિતા સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. જે ઉંમરે દીકરાને માતા-પિતાના શોખ પૂરા કરવાના હોય તે ઉંમરે દીકરો પોતાની ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા હાલી નીકળ્યો છે.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ યુવકે પોતાનો અને પોતાની ગર્લફ્રેન્ડનો મોંઘો શોખ પૂરો કરવા માટે પોતાના ઘરમાં જ લૂંટ કરી હતી. આ લૂંટ કરવામાં તેને પોતાના મિત્રોની મદદ લીધી હતી. તેને પોતાના મિત્રો સાથે મળીને પોતાના માં-બાપને બંધક બનાવી લીધા અને માતા પિતાની નજર સામે ઘરમાંથી રોકડા સાથે જ્વેલરી લુટી હતી. ત્યારબાદ તે ભાગી ગયો હતો.
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટનાના 24 કલાક બાદ તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠમાં બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરી હતો ગત શનિવારના રોજ શહેરના પરતારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એજન્ટ યોગેશકુમાર ના ઘરેથી 14 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. પરિવારે પોલીસ સ્ટેશનમાં આ ઘટના વિશે ફરિયાદ નોંધાવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે ઘરમાં લૂટ કરનાર અન્ય કોઈ નહીં, પરંતુ યોગેશકુમારનો દીકરો અને તેમના મિત્રો હતા. પોલીસે યોગેશકુમારના દીકરા અને તેના મિત્રો પાસેથી લૂટેલી રકમ અને દાગીના મેળવ્યા હતા. પોલીસે 24 કલાકમાં જ આ સમગ્ર કેસને ઉકેલી નાખ્યો હતો. એજન્ટ યોગેશકુમારને ત્રણ બાળકો છે. જેમાં બે દીકરાઓ અને એક દીકરી છે. તેમના એક દીકરાનું નામ નમન છે. નમને પોતાના ત્રણ મિત્રો ચિન્ટુ, શિવમ અને શિવમ ગીલ સાથે મળીને પોતાના ઘરમાં જ લૂંટ કરી હતી.
યોગેશકુમારને એક પેમેન્ટ આવ્યું હતું તેથી નમનને ખબર હતી કે તેના પિતાએ પૈસા ક્યાં મૂક્યા છે. તિજોરી ની ચાવી અને તિજોરીમાં પૈસા ક્યાં મૂક્યા છે તે દરેક વસ્તુનો ખ્યાલ નમનને હતો. આ વાતનો ફાયદો ઉઠાવીને નમને પોતાના મિત્રો સાથે મળીને પોતાના જ ઘરમાં લૂંટ કરવાનો લાડ બનાવ્યો હતો. નમને પોલીસને જણાવ્યું કે, ઘટનાના દિવસે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ તેને પોતાના ત્રણેય મિત્રોને ઘરની અંદર ચૂપચાપ પ્રવેશ કરાવ્યો હતો.
નમને તેમના મિત્રો અંદર પૂછી શકે તે માટે ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને તેમના મિત્રોને પૈસા ક્યાં મૂક્યા છે તેની બધી વિગતો આપી હતી. ત્યારબાદ નમનના ત્રણેય મિત્રોએ નમન ના માતા પિતાને અને પરિવારના અન્ય સભ્યોને પલંગ સાથે બાંધી દીધા હતા અને બંદૂકની અણીએ રોકડા અને દાગીનાની ચોરી કરી હતી. તમામ આરોપીઓના મોઢા ઢંકાયેલા હતા તેથી કોઈની ઓળખ થઈ શકી નહીં.
સમગ્ર ઘટના બન્યા બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે શંકાના આધારે પરિવારના લોકોનો મોબાઇલ ચેક કર્યો હતો. ત્યારે નમનનો મોબાઇલ ચેક કર્યો ત્યારે આ સમગ્ર ઘટનાનું રહસ્ય ખોલ્યું હતું. ત્યારે નમવાને પોલીસને જણાવ્યું કે તેને પોતાના અને પોતાની ગર્લફ્રેન્ડના મોંઘા શોખ પૂરા કરવા આ કાર્ય કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment