સલામ છે આ પરિવારને…! દીકરીના જન્મદિવસના દિવસે માતા-પિતાએ 100 ગરીબ દીકરીઓના લગ્ન કરાવ્યા અને દીકરીઓને કન્યાદાન આપીને…

Published on: 10:24 am, Fri, 9 December 22

આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમના સેવાકીય કાર્ય સાંભળીને તમે પણ તેમની વાહ વાહ કરવા લાગશો. મિત્રો લોકો પોતાનો જન્મદિવસ પોતાના મિત્રો અથવા તો સંબંધીઓ સાથે મનાવતા હોય છે અથવા તો કેટલાક લોકો હોટલમાં જઈને ખૂબ જ ધામધૂમથી પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે.

હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયાનો ખર્ચો જન્મદિવસની પાછળ કરી નાખતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવા માતા પિતા વિશે વાત કરવાના છીએ જેને પોતાની દીકરીના જન્મદિવસના દિવસે એવું કાર્ય કર્યું કે ચારેય બાજુ તેમના વખાણ થઇ રહ્યા છે. વાત કરીએ તો મિરઝાપુરના અપરાજિતાસિંહ અને અમરદીપ સિંહ જેઓએ પોતાની દીકરીના જન્મદિવસ પર 100 ગરીબ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા.

વિસ્તૃતમાં વાત કરીએ તો દીકરી નો જન્મદિવસ 4 ડિસેમ્બરના રોજ હતો. માતા પિતાએ દીકરીનો ધામધૂમથી જન્મદિવસ ઉજવવાની જગ્યાએ તે દિવસે સો ગરીબ દીકરીઓના લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કરીને સમાજમાં માનવતાની મહેકાવી હતી. તેમની દીકરીના જન્મદિવસના દિવસે હોટલમાં લાખો રૂપિયાનો ખર્ચો ન કર્યો અને ગરીબ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. જેના કારણે ઘણી દીકરીઓના જીવન સુધરી જશે.

દીકરીના જન્મદિવસના દિવસે 100 ગરીબ દીકરીઓના લગ્ન કરાવ્યા અને તેમનું કન્યાદાન પણ કર્યું હતું. હાલમાં આ કિસ્સાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહી છે. લોકો દીકરીના માતા પિતાના મન મૂકીને વખાણ કરી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે દીકરીઓના લગ્ન ધામધૂમથી કરાવવામાં આવ્યા હતા.

100 દીકરીઓ પૈકી ઘણી એવી દીકરીઓ પણ હતી જેમના માતા પિતા હયાત ન હતા. દીકરીઓને માતા પિતાની ખોટ ન વર્તાય તે માટે દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું. આ લગ્નની ચર્ચાઓ હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહી છે. અમરદીપસિંહ પરિવાર આ કાર્ય કરીને સમાજમાં માનવતાની મહેક ફેલાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સલામ છે આ પરિવારને…! દીકરીના જન્મદિવસના દિવસે માતા-પિતાએ 100 ગરીબ દીકરીઓના લગ્ન કરાવ્યા અને દીકરીઓને કન્યાદાન આપીને…"

Leave a comment

Your email address will not be published.


*