આવા જ વધી ગયા છે..! રાજકોટમાં 86 વર્ષના નરાધમ ડોહાએ માત્ર 7 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યો, બાળકી પોતાની માતા પાસે જતી હતી ત્યારે…

Published on: 12:59 pm, Tue, 21 February 23

રાજકોટમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. રાજકોટના કોઠારીયા રોડ પર આનંદ નગર વિસ્તારમાં રહેતા 86 વર્ષનો ડોહો ભાન ભૂલી ગયો હતો. આ વૃદ્ધ વ્યક્તિએ માત્ર સાત વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યો છે. મળતી માહિતી અનુસાર વૃદ્ધ સાત વર્ષની બાળકીને પોતાની રૂમમાં લઈ ગયો હતો અને પછી અંદરથી દરવાજો બંધ કરીને તેની સાથે ન કરવાનું કર્યું હતું.

જેથી માત્ર સાત વર્ષની બાળકીએ રડતા રડતા આ બધી વાત પોતાના પરિવારના સભ્યોને કરી હતી. પછી પરિવારના લોકોએ ઘટનાની જાળ પોલીસને કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસે વૃદ્ધ વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકી પોતાની માતા સાથે જઈ રહી હતી. આ દરમિયાન વૃદ્ધ વ્યક્તિએ તેને હવસનો શિકાર બનાવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સાત વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવનાર વૃદ્ધ વ્યક્તિ કોઠારીયા રોડ ઉપર આણંદ નગર બ્લોક નંબર 8ના ગ્રાઉન્ડ ફ્લોર માં રહેતા વેલજીભાઈ ભુરાભાઈ પીઠવા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાળકીના પરિવારજનોની ફરિયાદના આધારે વૃદ્ધ વ્યક્તિ સામે કેટલીક કલમો મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારબાદ વૃદ્ધ વ્યક્તિને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. બાળકીની પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારી પત્ની અને બાળકો સાથે રહું છું. મારે એક દીકરી છે જેની ઉંમર સાત વર્ષની છે. રવિવારના રોજ સાંજે 7:00 વાગ્યાની આસપાસ હું મારા ધંધા ઉપર ગયો હતો. મારી પત્ની અને દીકરી ઘરે હતા. પછી મારી દીકરી દરરોજની જેમ મારી લારી પાસે આવી હતી.

આ દરમિયાન તેની આંખ લાલ થઈ ગઈ હતી એટલે મેં તેની આંખમાં ટીપા નાખી દીધા હતા. પછી મેં દીકરીને તેના વાળ સરખા કરવા માટે તેની મમ્મી પાસે મોકલી હતી. મોઢે સુધી મારી દીકરી વાળ સરખા કરાવીને લારી પાસે આવી ન હતી. 10:30 વાગ્યાની આસપાસ હું ઘરે ગયો અને મારી પત્નીને પૂછ્યું કે દીકરી ક્યાં છે?

ત્યારે મારી પત્નીએ મને કહ્યું હતું કે લારીએ આવ્યા પછી તે ઘરે આવી જ નથી કદાચ શેરીમાં રમવા જતી રહી હશે. પછી અમે દીકરીની તપાસ કરી તો અમને દીકરી ક્યાંય મળી નહીં. ત્યારે આણંદ નગર કોલોની બ્લોક નંબર 8ના માંથી દીકરી રડતી રડતી બહાર આવી હતી. પછી ઘરે લઈ જઈને તેને પૂછ્યું કે શું થયું?

જ્યારે દીકરી એ રડતા રડતા કહ્યું હતું કે મને આ મકાન વાળા દાદા તેના ઘરમાં લઈ ગયા હતા અને ઘરનો દરવાજો બંધ કરીને મારી સાથે ન કરવાનું કર્યું હતું. તે મને દરવાજો પણ ખોલવા દેતા ન હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે વૃદ્ધ વ્યક્તિ તેની ધરપકડ કરી લીધી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવા જ વધી ગયા છે..! રાજકોટમાં 86 વર્ષના નરાધમ ડોહાએ માત્ર 7 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવ્યો, બાળકી પોતાની માતા પાસે જતી હતી ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*