ખેડૂતનો આવો દેશી જુગાડ પહેલા ક્યારેય નહીં જોયો હોય..! જામનગરના ખેડૂતે પોતાની બાઈકમાંથી એવી વસ્તુ બનાવી નાખી કે…તમે પણ જોતા જ રહી જશો…

Published on: 7:28 pm, Fri, 27 January 23

મિત્રો દેશી જુગાડનું નામ પડે એટલે આપણા દેશના લોકોનું નામ પહેલું આવે છે. આપણા દેશના લોકો પોતાનું મુશ્કેલી ભર્યું કામ સરળ બનાવવા માટે હંમેશા દેશી જુગાડ નો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ખેડૂતો ખેતરમાં અવારનવાર દેશી જુગાડનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે આપણે જામનગરના એક ખેડૂતે કરેલા દેશી જુગાડ વિશે વાત કરવાના છીએ.

આ ખેડૂતે પોતાની બાઈક ઉપર દેશી જુગાડ કરીને કંઈક એવી વસ્તુ બનાવી નાખી કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આજે આપણે જામનગર પથકના માત્ર ચાર ચોપડી ભણેલા ખેડૂત જેન્તીભાઈની વાત કરવાના છીએ. બેડા ગામના ખેડૂત જેન્તીભાઈ સોનાગરાએ પોતાની બાઈકમાંથી એક સાંતી મશીન બનાવી નાખ્યું છે.

આ દેશી જુગાડથી બનેલા મશીનમાં ટ્રેક્ટરની સરખામણીમાં ખૂબ જ ઓછું ઈંધણ વપરાય છે. ઉપરાંત કામ કરવામાં પણ ખૂબ જ મજા આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે જેન્તીભાઈ ખૂબ જ ઓછા ખર્ચે કામ કરતું સાંતી મશીન બનાવી નાખ્યું છે. તેમના આ સાંતી મશીનથી તેઓ ખેડકાર્ય તથા વાવણીની કામગીરી ખૂબ જ સરળતાથી કરી શકે છે.

ટ્રેક્ટરની સરખામણીમાં આ મશીનમાં ઇંધણ પણ ખૂબ જ ઓછું વપરાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે 26 જાન્યુઆરીના રોજ નવી ટેકનોલોજી વસાવા બદલ જેન્તીભાઈનું રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર યોજના અંતર્ગત ભૂચર મોરી, ધ્રોલા ખાતેથી પ્રશંસા પત્ર આપી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ જેન્તીભાઈએ કરેલા દેશી જુગાડની ચર્ચાઓ ચાલી રહી છે. જેન્તીભાઈ કરેલો દેશી જુગાડ અનેક ખેડૂતો પણ બનાવી શકે છે. જેનાથી તેમને ખેતી કરવામાં ખૂબ જ સરળતા પડે છે અને ખર્ચો પણ ખૂબ જ ઓછો થશે. મિત્રો જેન્તીભાઈએ કરેલા આ દેશી જુગાડ વિશે તમારું શું કહેવું છે. તે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય રજૂ કરશો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો