હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રસ્તાની વચ્ચોવચ અચાનક જ કંઈક એવું બન્યું કે વિડિયો જોઈને તમારા પણ રુવાડા ઊભા થઈ જશે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અચાનક જ રોડ ફાટી જાય છે અને તેમનાથી ખૂબ જ જોર સાથે પાણી બહાર નીકળે છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાના ટુકડા થઈ ગયા હતા અને પાણી 15 ફૂટ જેટલું હવામાં ઉછળ્યું હતું. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂગર્ભ પાઇપલાઇન અચાનક જ ફાટી ગઈ હતી. જેના કારણે જમીનની નીચે પાણીનું દબાણ ખૂબ જ વધી ગયું હતું. છેવટે પાણી રોડ ફાડીને બહાર નીકળ્યું હતું. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આ ઘટના મહારાષ્ટ્રના યવતમાલમાં શનિવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સ્કુટી સવારે એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા ઉપર એક મહિલા સ્કુટી લઈને પસાર થતી જોવા મળી રહે છે. ત્યારે અચાનક જ રોડ ફાટી જાય છે અને તેમાંથી ખૂબ જ પ્રેશર સાથે પાણી બહાર નીકળે છે.
અચાનક જ રોડ ફાટી જતા સ્કુટી સવાર મહિલાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાણીના દબાણના કારણે સૌપ્રથમ રોડ ઉપર તિરાડો દેખાઈ રહી છે. થોડીક વાર બાદ અચાનક જ રોડની નીચેથી પાણી ફુવારાની જેમ બહાર નીકળે છે જેના કારણે રોડ ફાટી ગયો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહની થઈ નથી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે AMRUT યોજના હેઠળ રસ્તાઓ ખોદીને પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ પાણીનું દબાણ વધુ હોવાના કારણે પાઇપલાઇન ફાટી ગઈ હતી.
ત્યાર પછી પાણી રોડ ફાડીને બહાર નીકળ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે અમૃત યોજનાના કામમાં ગરબડીના કારણે આ ઘટના બની છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોડ ઉપર અચાનક જ તિરાડો પડવા લાગે છે અને તેમાંથી ખૂબ જ પ્રેશર સાથે પાણીનો મોટો ફુવારો થાય છે.
આવી ઘટના પહેલા ક્યારેય નહીં જોઈ હોય..! રોડ ફાડીને જોરદાર પ્રેશર સાથે પાણી બહાર નીકળ્યું, 15 ફૂટ સુધી હવામાં પાણી ઉછળ્યું…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે… pic.twitter.com/b9i5jiYmvS
— GUJJU ROCKZ (@gujju_rockz) March 5, 2023
આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક મહિલા પાણીની જ પેટમાં આવી ગઈ હતી આ કારણોસર તે ઇજાગ્રસ્ત થઈ હતી. સમગ્ર ઘટના કર્યા બાદ આસપાસ ઉભેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment