જર્મની બાદ ભારતમાં દોડશે આવી ટ્રેન,જાણો મોદી સરકારનો માસ્ટર પ્લાન…

દેશમાં રેલવે ખૂબ જ મહત્વનું છે કારણ કે રેલવેના મારફતે ઘણા લોકો સસ્તામાં મુસાફરી કરે છે. આપણે અત્યાર સુધીમાં હાઈડ્રોજન એન્જિન ની ટ્રેન માત્ર જર્મની અને પોલેન્ડમાં જ ચાલે છે. ત્યારે મળતી માહિતી મુજબ ભારતમાં પણ હવે ટૂંક જ સમયમાં હાઇડ્રોજનથી ચાલનારી ટ્રેનો શરૂ થશે.

ભારત દેશમાં ચાલતા રેલવે ડીઝલ એન્જિન ને રેટ્રોફીટીંગ કરીને હાઈડ્રોજન ટેકનોલોજી પર વિકસિત કરવામાં આવશે. આ સમગ્ર ઘટના માટે ભારતીય રેલવે દ્વારા ટૂંક સમયમાં ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત શરૂઆતમાં બે ડેમૂ રેકને હાઈડ્રોજન એન્જિન માં બદલાશે.

ત્યાર બાદ બે હાઈબ્રિડ નૈરો ગેજ એન્જિનને હાઈડ્રોજન ટેક્નોલોજી સિસ્ટમાં બદલવાની ભારતીય રેલવેની યોજના છે. મળતી માહિતી મુજબ ભારત પાઇલટ પ્રોજેક્ટ તરીકે 10 કોચની ડેમુ ટ્રેન માં બેટરી લગાવાશે.

આ બેટરી ની સમતા 1600 હોર્સ પાવરની હશે. ભારતીય રેલવેનો ૨૦૩૦ સુધીમાં રેલવેને કાર્બન ઉત્સર્જન ને મુક્ત કરવાનો પ્લાન છે. જો ભારતમાં આ પ્રકારના રેલવે એન્જિન ચાલશે તો એક વર્ષમાં ભારતીય રેલવે વિભાગને અઢી કરોડ સુધીની બચત થશે.

આ ઉપરાંત વાતાવરણમાં કાર્બન ફેલાતો પણ અટકશે અને જેના કારણે વાતાવરણ પણ શુદ્ધ થશે. આ ઉપરાંત અધિકારીઓ ની જાણકારી મુજબ દરેક પર ટ્રાયલ સફળ રહેશે તો ડીઝલ એન્જિનને હાઈડ્રોજન એન્જિન માં બદલવામાં આવશે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ પાણીમાંથી સોલર એન્જિન થી ઉર્જા ઉત્પન્ન કરાશે. આ ઉપરાંત હાઈડ્રોજન સેલ આધારિત ડેમૂ રેક માટે 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર ટેન્કર ભરી શકાશે. જે માટે 17 ઓગસ્ટે એક ફ્રી બોનડ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*