આવા લગ્ન પહેલા ક્યારેય નહીં જોયા હોય..! લગ્નમાં સાસરિયા હોય દુલ્હનને સોનાની ઈંટમાં તોલી… વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો…

Published on: 1:11 pm, Fri, 3 March 23

હાલમાં ચારેય બાજુ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વખત લગ્નના એવા વિડિયો સામે આવતા હોય છે. જેને જોઈને આપણો દિલ પણ ખુશ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં લગ્નનો એક ખૂબ જ સુંદર વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જેમાં સાસરિયાઓએ દુલ્હન માટે એવું કામ કર્યું કે જોઈને તમે પણ વાહ વાહ કરશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હન અને વરરાજો સ્ટેજ પર આવતા જોવા મળી રહ્યા છે. અહીં સ્ટેજ પર એક વિશાળ વજન કાંટો ગોઠવવામાં આવ્યો છે અને આ વજન ઘટાડાની એક બાજુના ત્રાજવામાં દુલ્હનને બેસાડવામાં આવી છે.

ત્યારે બીજી બાજુના ત્રાજવામાં સોનાની ઈંટો મૂકવામાં આવી છે. દુલ્હન બેઠી છે તે બાજુનું ત્રાજવું ન ઉઠે ત્યાં સુધી સાસરિયાઓ તેમાં સોનાની ઈંટ મુકતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બે નહીં પરંતુ ઘણી બધી સોનાની ઈંટો ત્રાજવામાં મૂકવામાં આવી છે.

વીડિયોના અંતમાં જોઈ શકો છો કે વરરાજો પોતાની તલવાર પણ સોનાની ઈંટ ઉપર મૂકી દે છે અને ત્યાર પછી વીડિયોનો અંત આવે છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો dulha dotnet નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વીડિયોના કેપ્શનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વપરાયેલું સોનું અસલી નથી. એટલે અમારી વેબસાઈટ પર સોનું અસલી છે કે નહીં તે વાતની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dulha.net (@dulhadotnet)

અત્યાર સુધીમાં 60,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે. ઘણા લોકો સોનાનું અસલી છે કે નકલી તેના ઉપર પણ પોતાના નિવેદન આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આવા લગ્ન પહેલા ક્યારેય નહીં જોયા હોય..! લગ્નમાં સાસરિયા હોય દુલ્હનને સોનાની ઈંટમાં તોલી… વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*