મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ગ્વાલિયરના કમલરાજા પ્રતિષ્ઠામાં એક વિચિત્ર અને અનોખી બાળકીનો જન્મ થયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ માસુમ બાળકીએ બે પગ સાથે નહીં પરંતુ ચાર પગ સાથે જન્મ લીધો છે.
ચાર પગ વાળા બાળકીનો જન્મ થતા જ હોસ્પિટલમાં હાજર ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલમાં આ માસુમ બાળકીનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સાવચેતી રૂપે આ અનોખી દીકરીને એક અલગ વર્ડમાં રાખવામાં આવી છે. માસુમ બાળકીને એક મશીનમાં રાખવામાં આવી છે જ્યાં ડોક્ટર દર કલાકે તેની તપાસ કરશે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગુરુવારના રોજ સાંજના સમયે હોસ્પિટલમાં આરતી નામની એક મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ થતા જ ડોક્ટર અને હોસ્પિટલનો સ્ટાફ ચોકી ઉઠ્યો હતો. કારણ કે માસુમ બાળકે ચાર પગ સાથે દુનિયામાં જન્મ લીધો હતો.
આ બાબતની માહિતી મળતા જ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ આરકેએસ ધાકડ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. જ્યાં તેમને અન્ય ડોક્ટરો સાથે બાળકીના સ્વાસ્થ થઈને લઈને વાતચીત કરી હતી. મિત્રો આજે દર કલાકે ડોક્ટર બાળકીની તપાસ કરે છે. આપેલા આવી જ એક ઘટના 2021 માં બની હતી.
જેમાં એક મહિલાએ હોસ્પિટલમાં જોડિયા બાળકીને જન્મ આપ્યો હતો, જેમાં બે માથા અને ત્રણ હાથ પર એક શરીર છે. બાળકીઓનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો છોકરીઓના બંને માથા હાલમાં સંપૂર્ણ રીતે વિકસિત છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ બાળકીની જ ચર્ચાઓ ચાલી રહી છે.
મિત્રો હજારોની સંખ્યામાં આવો એક કેસ બનતો હોય છે. ચાર પગ વાળી બાળકીને જોઈને કેટલાક લોકો તો ચોકી ઉઠ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં માસુમ બાળકીની ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો શું લાગે છે સર્જરી કરીને બાળકીના અન્ય બે પગ તેના શરીરથી અલગ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment