ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા પહોંચ્યા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં, જોઈને બોલી ઉઠયા ઓહોહો….

Published on: 12:23 pm, Sat, 17 December 22

મિત્રો આપણને બધાને ખબર છે કે અમદાવાદ શહેરના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. 14 ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હાથે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ એક મહિના સુધી ચાલવાનો છે.

દરરોજ અહીં દેશ-વિદેશથી લાખો હરિભક્તો મુલાકાતે આવે છે. મોટા મોટા કલાકારો, દિગ્ગજ બિઝનેસમેન અને ઘણા દેશના પ્રધાનમંત્રી પણ આગામી સમયમાં અહીં ઉપસ્થિત રહેવાના છે. મિત્રો તમને જણાવી દઈએ કે સ્વામિનારાયણનગર 600 માં ઊભું કરવામાં આવ્યું છે.

સેકડો હરિભક્તો પોતાની લાખો રૂપિયાની કમાણી મૂકીને અહીં છેલ્લા ઘણા મહિનાઓથી સેવાઓ કરી રહ્યા છે. સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાને તો તમે બધા ઓળખતા હશો. ત્યારે ગઈકાલે ગોવિંદભાઈ ધોળકિયા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા.

શતાબ્દી મહોત્સવનું આયોજન જોઈને ગોવિંદભાઈ ધોળકિયા પણ ચોકી ઉઠ્યા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ગોવિંદભાઈ ધોળકિયા પોતાનો સ્વ અનુભવ જણાવ્યો હતો. ગોવિંદભાઈ ધોળકિયા વાત કરતા જણાવ્યું કે, પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવમાં આજે અમે આવ્યા, જ્યારે અદભુત…અદભુત…અદભુત… અમને દ્રશ્ય માન લાગ્યું. આપણે પ્રમુખસ્વામી મહારાજને કોઈ પણ વસ્તુ પૂછે એટલે આપણને એક જ શબ્દમાં આપણું કામ થઈ જાય એવી વાત કહી દે.

વધુમાં ગોવિંદભાઈ ધોળકિયા વાત કરતા જણાવ્યું કે, બાપા અમારા ઘરે પધરામણીએ પધાર્યા હતા. ત્યારે અમે ખાલી એટલું જ પૂછ્યું હતું કે, સ્વામી આપ પધાર્યા છો તો અમે ધન્ય થઈ ગયા, પણ અમારે આ બે ભાગીદારને આ રીતે કામ કરવું છે કરાય ત્યારે બાપાએ કહ્યું હતું કે “હા કરાય”. બાપાના એક શબ્દથી અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા.

કારણકે આ બાપાના શબ્દોનો વિશ્વાસ છે. ગોવિંદભાઈ ધોળકિયાએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, તમે કોઈપણ દિવસ બાપાને નકારાત્મક વાત કરતા નહીં જોયા હોય. બાપાની હકારાત્મકતાના કારણે એટલે આજે વિશ્વભરમાં નંબર વન BAPS સંસ્થા બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયા પહોંચ્યા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં, જોઈને બોલી ઉઠયા ઓહોહો…."

Leave a comment

Your email address will not be published.


*