સુરતમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં ધોરણ નવ માં ભણતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકના વાદળા છવાઈ ગયા હતા. મૃત્યુ પામેલા બાળકનું નામ ઉત્કર્ષ હતું.
તે બપોરે ભોજન કર્યા બાદ પોતાના કામ પર ચાલ્યો ગયો પછી તેણે આ પગલું ભર્યું તેવું સામે આવી રહ્યું છે. ઉત્કર્ષ ના પિતા ઘનશ્યામભાઇ પાઠક સિક્યુરિટી સુપરવાઇઝર છે. ઘનશ્યામભાઈના બે પુત્રોમાં મોટો દીકરો ITIમાં અભ્યાસ કરે છે.
અને નાનો દીકરો ઉત્કર્ષ ધોરણ 9 અભ્યાસ કરતો હતો. આ સમગ્ર ઘટનાને લઇને ઉત્કર્ષના ભાઈએ જણાવ્યું કે, હું જ્યારે મંગળવારે સાંજે કોલેજ થી ઘરે આવ્યો. ત્યારે ઉત્કર્ષ ઘરે હતો. પરંતુ ઉત્કર્ષ દરવાજો ખોલી રહ્યો ન હતો.
ત્યારે આખરે એવું પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા ઉત્કર્ષ બારી સાથે ચાદર પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ જોઈને ખૂબ જ ડરી ગયો હતો અને બૂમાબૂમ કરી હતી. અને ત્યારબાદ નોકરી પર ગયેલા માતા-પિતાને આ ઘટનાની જાણ કરી હતી.
મળતી માહિતી અનુસાર ઉત્કર્ષ ભણવામાં ખૂબ જ સારો હતો. મળતી માહિતી અનુસાર આજે જણાવ્યું કે, બપોરે ઉત્કર્ષ જ્યારે શાળાએ થી પાછો આવ્યો ત્યારે આખા પરિવારે સાથે બેસીને ભોજન કર્યું હતું. ત્યારબાદ પિતા કામ પર ચાલ્યા ગયા.
હું કોલેજ ચાલ્યો ગયો. ઉત્કર્ષ ઘરે એકલો હતો. અને ઉત્કર્ષએ ઘરે એકલા બારી સાથે ગળાફાંસો લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment