કેટરિના કૈફ સાથે વેલેન્ટાઈન ડે મનાવવા માટે દિલ્હી આવશે વિકી કૌશલ,આખો દિવસ સાથે રહીને કરશે આ કામ

Published on: 12:18 pm, Wed, 9 February 22

બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન પછીના દરેક અપડેટ મેળવવા તેમના ચાહકો ખુબ જ ઉત્સુક હોય છે અને જ્યારથી બંનેએ લગ્ન કરી લીધા છે ત્યારથી ચાહકો બંનેની એક ઝલક જોવા માટે ખુબ જ ઉત્સુક હોય છે.લગ્ન પછી બંને પહેલો વેલેન્ટાઈન મનાવવા જઈ રહા છે.

આપણે જણાવી દઈએ કે ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ,આ બંને દિલ્હીમાં તેમનો પહેલો વેલેન્ટાઈન ડે ઉજવવાના છે. હાલમાં,કેટરીના દિલ્હીમાં સલમાન ખાન સાથે ટાઇગર 3 ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થવાના આરે છે.એટલા માટે કેટરીના તેના પતી વિકી માટે 14 ફેબ્રુઆરીએ આખો દિવસ ફ્રી રહેવાની છે.

વિકી તેની લેડી લવ કેટરીના ને મળવા માટે 14 ફેબ્રુઆરીએ મુંબઈથી ફ્લાઈટમાં દિલ્હી પહોંચશે. બંને લવ બર્ડ્સ આખો દિવસ એકબીજા સાથે સમય વિતાવશે. જેમ કે કેટરિના તેની પ્રથમ લોહરી ઉજવવા ઈન્દોર ગઈ હતી. તે સમયે વિકી મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સારા

અલી ખાન સાથે લક્ષ્મણ ઉતેકરની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. વિકીએ ચાહકો સાથે લોહરી સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી હતી.વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિકી કૌશલ છેલ્લે સરદાર ઉધમમાં જોવા મળ્યો હતો.

જેમાં તે લીડ રોલમાં હતો અને તેની એક્ટિંગને તેના ચાહકોએ ખૂબ વખાણી હતી. તે જ સમયે, કેટરિના કૈફ છેલ્લે સૂર્યવંશીમાં અક્ષય કુમાર, અજય દેવગન અને રણવીર સિંહ સાથે જોવા મળી હતી. હાલમાં તે ટાઇગર 3 ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેટરિના કૈફ સાથે વેલેન્ટાઈન ડે મનાવવા માટે દિલ્હી આવશે વિકી કૌશલ,આખો દિવસ સાથે રહીને કરશે આ કામ"

Leave a comment

Your email address will not be published.


*