સમાચાર

24 વર્ષની વિદ્યાર્થીનીએ સુસાઇડ નોટ લખીને ગળાફાંસો ખાઈ લીધો… સુસાઇડ નોટ માં લખ્યું કે “હું જેને…”

દેશભરના વિવિધ વિસ્તારોમાં સુસાઇડના બનાવ ખૂબ જ વધી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળતા હશો જેમાં શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીનીઓ અથવા તો વિદ્યાર્થીઓ કોઈના કોઈ કારણોથી સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે રવિવારના રોજ બનેલી તેવી ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બપોરના સમયે વિદ્યાર્થીનીનું મૃતદેહ રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસને એક સુસાઇડ નોટ અને એક ડાયરી પણ મળીએ આવી છે. જેમાં પ્રેમ પ્રકરણના કારણે વિદ્યાર્થીનીએ સુસાઇડ કર્યું છે તેવું બહાર આવ્યું છે.

આ ઘટના છત્તીસગઢના બિલાસપુરમાંથી સામે આવી રહી છે. સુસાઈડ કરનાર યુવતી નું નામ કિરણ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. કિરણ શનિવારના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ પોતાની બહેનપણી સાથે બહાર ગઈ હતી. પછી લગભગ 10:00 વાગ્યાની આસપાસ તે પોતાના રૂમમાં સુવા માટે આવી ગઈ હતી.

બીજા દિવસે સવારે કિરણ પોતાના રૂમનો દરવાજો હોતી નથી એટલે તેની બહેનપણીએ એમ વિચાર્યું કે તે સુતી હશે. પરંતુ બપોર થઈ ગઈ છતાં પણ કિરણ રૂમ માંથી બહાર ન આવી. ત્યારે રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં.

ત્યારબાદ ગમે તેમ કરીને રૂમની અંદર જોયું ત્યારે કિરણનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. કિરણના મૃતદેહને નીચે ઉતારીને વધુમાં તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન રૂમમાંથી એક સુસાઈડ નોટ અને એક ડાયરી મળી આવી હતી. સુસાઇડ નોટ ના આધારે જાણવા મળી રહ્યું છે કે કિરણ પ્રેમ પ્રકરણના કારણે સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે. ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *