દિવાળી પર ફટાકડા ફોડવા ને લઈને સુપ્રીમ કોર્ટ નું મહત્વ નું નિવેદન,કહ્યું કે જીવના જોખમે મંજૂરી ન…

અમે લોકોના આનંદની આડા નથી આવી રહ્યા પરંતુ અમે કોઈના મૌલિક અધિકારો ના રસ્તામાં પણ ન આવી શકીએ.
સુપ્રીમ કોર્ટે ગઈકાલે જણાવ્યું કે,કોર્ટ દ્વારા ફટાકડા પર જ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તે,કોઈ સમુદાય અથવા કોઈ સમૂહ વિશેષના વિરુદ્ધ નથી.

કોર્ટ આ ધારણા દૂર કરતાં જણાવ્યું કે, આનંદની આડશમાં અમે નાગરિકોના અધિકારો ના ઉલ્લંઘનની પરવાનગી ન આપી શકીએ. જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ એ એસ બોપત્રાની બેન્ચે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે કોર્ટના આદેશનું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવે.

ફટાકડાના વેચાણ પર લગાડવામાં આવેલા પ્રતિબંધના ઉલ્લંઘન મામલે સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું કે, ‘આનંદ કરવાની આળસ માં તમે (ફટાકડા ઉત્પાદકો) લોકોના જીવન સાથે રમત ન કરી શકું અમે કોઈ સમુદાય વિશેષ ની વિરુદ્ધમાં નથી.

અમે આકરો સંદેશો આપવા ઈચ્છીએ છીએ કે અમે લોકોના મૌલિક અધિકારોની રક્ષા માટે અહીં છીએ.’ કોર્ટ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, ફટાકડા પર જે પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે તેનો પહેલો આદેશ ફટાકડા વ્યાપક રૂપે કારણ બતાવ્યા બાદ આપવામાં આવ્યો હતો.

બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું કે, ‘તમામ ફટાકડાઓ પર પ્રતિબંધ નથી લગાડવામાં આવ્યો. આ વ્યાપક જન હિતમાં છે. તેમજ એક વિશેષ પ્રકારની ધારણા બની રહી છે. તેને એ રીતે ન બતાવવી જોઈએ કે તે પ્રતિબંધ કોઈ વિશેષ ઉદ્દેશ્ય માટે લગાવ્યો છે. પહેલા જણાવેલું હતું કે, અમે લોકો ના આનંદની આડા નથી આવી રહ્યા પરંતુ અમે લોકો ના મૌલિક અધિકારો ના રસ્તામાં પણ ન આવી શકીએ.’

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*