માત્ર 60-62 રૂપિયા વાળા ઇંધણ થી ચાલશે ગાડી,જાણો શું છે સરકારનો પ્લાન

Published on: 10:37 am, Fri, 29 October 21

પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ ને કારણે સામાન્ય લોકોનું બજેટ બગડી રહ્યું છે. ઓટો ફ્યુઅલ કિંમત નો રેકોર્ડ ખૂબ જ વધી રહ્યો છે. દેશમાં પ્રથમ વખત પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટર પાર થઈ ગઈ છે. તેથી, હવે સરકાર કોઈપણ રીતે પેટ્રોલ અને ડિઝલની આ વધતી નિર્ભરતા ને ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકાર તમામ વાહન ઉત્પાદકોને આગામી છ-આઠ મહિનામાં યુરો-છ ઉત્સર્જન ધોરણો ની હેઠળ ફલેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવા માટે કહેશે.

ફલેક્સ-ફ્યુઅલ ગેસોલીન તેમજ મિથેનોલ અથવા ઇથેનોલ ના સંયોજન થી બનેલ વૈકલ્પિક બળતણ છે. એક કાર્યક્રમને સંબોધતા ગઢકરીએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, તેઓ ઓટો ઉદ્યોગ આગામી 15 વર્ષમાં 15 લાખ કરોડ રૂપિયાનો થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!