રાજ્ય સરકારની ધમકી : સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશો તો નહીં મળે સરકારી નોકરી.

ભારતના તમામ રાજ્યોમાં ધરણા, મોરચા, દેખાવો અને રેલીઓ લોકો સરકાર વિરુદ્ધ પોતાની માંગ સંતોષવા કરી રહ્યા છે. બિહાર સરકારે આ બાબતને ધ્યાનમાં રાખીને એક અજીબોગરીબ ફરમાન કર્યું છે. જે પ્રમાણે રાજ્યમાં હિંસક દેખાવો માં જે લોકો સામેલ છે.

તેવા લોકોને સરકારી નોકરી આપવામાં નહીં આવે અને આ પહેલા પણ બિહાર સરકારે સાંસદો અને ધારાસભ્યો સામે સોશિયલ મીડિયામાં ટીકા કરતી પોસ્ટ નહીં મૂકવાનો તઘલખી ફરમાન જાહેર કર્યું હતું.

જે પ્રમાણે વિરોધ પ્રદર્શન,ચક્કાજામ કે એવા કોઈ બીજા મામલામાં હંગામો થયો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માં કલર પહોંચાડવામાં આવી તો તેવા દેખાવોમાં સામે વ્યક્તિઓને સરકારી નોકરી નહીં મળે અને સરકારી કોન્ટ્રાક પણ નહીં મળે.

આ પહેલા બિહાર સરકારે સાંસદો અને ધારાસભ્યો સામે સોશિયલ મીડિયામાં ટીકા કરતી પોસ્ટ નહીં મૂકવાનું ફરમાન જાહેર કર્યું હતું.આ દેશમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા પર ઉતરનાર કે બીજી કોઈ સમસ્યા ઉત્પન્ન કરનાર.

કે અપરાધી ઉપયોગ કરનાર સામે જો પોલીસ ચાર્જશીટ દાખલ કરી દેશે તો તેને પોલીસ વેરિફિકેશન રિપોર્ટમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે.આ આદેશ બાદ વિપક્ષ એક્શનમાં છે અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે.

મુખ્યમંત્રી નીતીશકુમાર હિટલરશાહી ને પણ પડકાર ફેંકે તેવા નિર્ણય લઇ રહ્યા છે.તેઓનું કહેવું છે કે જો તમે સરકાર સામે દેખાવો કરવાના તમારા લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરશો તો તમને નોકરી આપવામાં નહીં આવે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*