દિલ્હીમાં આજથી અનલૉક પ્રક્રિયા શરૂ, જાણો દિલ્હીમાં શું ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ.

દિલ્હીમાં કોરોના ની બીજી લહેર માં કોરોના ના કેસ ઘટતા જ દિલ્હી સરકારે શહેરમાં અનલૉક શરૂ કરી દીધી છે. દિલ્હીમાં મળતી માહિતી મુજબ હાલમાં સિનેમા હોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પૂલ, શાળા-કોલેજો, ઓડિટોરિયમ વગેરેને ખોલવાની પરવાનગી આપી નથી.

આ ઉપરાંત દિલ્હીમાં કોઈપણ પ્રકારના સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં લોકોને ભેગા થવાની પરવાનગી આપશે નહીં. શહેરમાં સ્ટેડિયમ અને sport complex ખોલવાની પરવાનગી તો આપી પરંતુ લોકો ની અવર-જવર પર પ્રતિબંધ છે.

દિલ્હીમાં ખાનગી કચેરીઓમાં કર્મચારીઓ 50% ક્ષમતા સાથે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કામ કરી શકે છે.

આ ઉપરાંત દિલ્હીમાં મોલ, માર્કેટ કોમ્પ્લેક્સની બધી દુકાનો અને બજારો સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકે છે. ઉપરાંત રેસ્ટોરન્ટમાં 50 ટકા બેઠક ક્ષમતા સાથે ખોલી શકે છે.

તેમજ સરકારી કચેરીઓના ગ્રુપ-A ના કર્મચારીઓ 100 ટકા હાજરી સાથે કામ કરી શકે છે. અને અન્ય કર્મચારીઓ 50 ટકા હાજરી સાથે ઓફિસમાં હાજર રહી શકે છે.

તેમજ હોસ્પિટલ અને પોલીસ વિભાગ જેવી જરૂરી સેવાઓ માં કર્મચારીઓને 100% હાજરી ની પરવાનગી આપી છે. ઉપરાંત 50% ની ક્ષમતા સાથે મેટ્રો અને બસમાં પ્રવાસીઓ પ્રવાસ કરી શકશે. તેમજ દિલ્હીમાં ઓટો રીક્ષા, ઈ રીક્ષા અને ટેક્સીમાં બે વ્યક્તિને બેસાડવાની પરવાનગી આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*