તમામ દેશો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે બ્રિટનમાં કોરોના ની ત્રીજી લહેર આવી ચૂકી છે. ત્યારે બ્રિટનમાં 19 જુલાઇથી લોકડાઉન ના પ્રતિબંધ હટાવવાનું મોટો એલાન કરાયું છે. દેશમાં 19 જુલાઈથી માસ્ક પહેરું કે ન પહેરવું તે વ્યક્તિગત ઈચ્છા પર નિર્ભર રહેશે.
આ તમામ જાણકારી આવાસીય મંત્રી રોબોટ જેનરિક રવિવારે આપી હતી. બ્રિટનમાં મીડિયામાં આવેલ એક સમાચારમાં મંત્રી આ વિશે જાણકારી આપી હતી.
તેઓ સંકેત આપ્યા કે પીએમ બોરીસ જોનસન આવતા અઠવાડિયાથી માસ્ક ને લઈને નિયમ ખતમ કરવામાં આવે તેવા સંકેતો આપ્યા હતા. આ ઉપરાંત પ્રતિબંધો ના અન્ય પગલા પર જાહેરાત આપવામાં આવશે.
બ્રિટનમાં શનિવારના રોજ કોરોના ના કેસ જોઈએ તો 24885 કેસ નોંધાયા હતા. ઉપરાંત કોરોના ના કારણે 18 લોકોના મૃત્યુ થયા હતા.
મળતા આંકડા અનુસાર બ્રિટનમાં 3 કરોડ 30 લાખથી વધારે લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપી દીધો છે. અને દેશમાં 85 ટકાથી પણ વધારે લોકોને પ્રથમ ડોઝ આપી દીધા છે.
બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોના ના આંકડા ખૂબ જ વધારે હતા પરંતુ હોસ્પિટલમાં દાખલ થનાર અને મરનાર વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ ઓછી છે.
બ્રિટનમાં રસીકરણ ખૂબ જ સારા પ્રમાણમાં થયું હોવાના કારણે કોરોના ની ઘાતક અસર બ્રિટનમાં ખૂબ જ ઓછી દેખાય છે. બ્રિટનના આરોગ્ય વિભાગનું કહેવું છે કે રસીથી કોરોના ની સામે લડત મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!