ભયંકર અકસ્માતનો શિકાર બન્યા બાદ સ્ટાર ક્રિકેટર રિષાભ પંત સ્વિમિંગ પૂલમાં લાકડી લઈને ચાલતા નજરે પડ્યા…અકસ્માત બાદ પહેલો વિડિયો આવ્યો સામે…

Published on: 6:55 pm, Wed, 15 March 23

મિત્રો દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે તમને બધાને ખબર હશે કે આજથી ઘણા સમય પહેલા ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિષાભ પંતનો ભયંકર અકસ્માત થયો હતો. આ ઘટનામાં રિષભ પંથની કાર અચાનક જ બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી અને પછી કારમાં ભયંકર આગ લાગી હતી.

કાર સંપૂર્ણ રીતે સળગે તે પહેલા રિષભ પંત કારમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યાર પછી તો તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તો રિષાભ પંત ઘણા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ થી દૂર છે. કારણકે હજુ પણ રિષાભ પંત ક્રિકેટ રમી શકે એટલા ફીટ થયા નથી.

પરંતુ હવે તો તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થતો આવતો જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ IPL પણ નહીં રમી અને ક્રિકેટમાં પરત આવવા માટે તેમને લગભગ હજુ છ મહિનાનો સમય લાગશે. જ્યારે રિષાભ પંતનો અકસ્માત થયો ત્યારે તેમના ઘણા ફોટા અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

ત્યારે આવી પરિસ્થિતિમાં રિષાભ પંતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તાજેતરમાં જ એક વિડીયો શેર કર્યો છે. વાઇરલ થયેલો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રિષાભ પંત સ્વિમિંગ પૂલમાં વોક કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રિષાભ પંત સ્વિમિંગ પૂલમાં લાકડીની મદદથી ચાલતા નજરે પડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rishabh Pant (@rishabpant)

આ ઉપરાંત રિષાભ પંતે વીડિયોની સાથે એક ખૂબ જ સુંદર કેપ્સન પણ લખ્યું છે. આ વિડીયો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ લાયક કર્યો છે. તેમને કોમેન્ટ પણ કરી છે કે “કીપ ઇટ અપ પંત”. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. 6,00,000 થી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભયંકર અકસ્માતનો શિકાર બન્યા બાદ સ્ટાર ક્રિકેટર રિષાભ પંત સ્વિમિંગ પૂલમાં લાકડી લઈને ચાલતા નજરે પડ્યા…અકસ્માત બાદ પહેલો વિડિયો આવ્યો સામે…"

Leave a comment

Your email address will not be published.


*