ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓની જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગોંડલના કુંભારવાડા વિસ્તારમાં હિરાઆતાની વાડી પાસે રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ઘરે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ છે.
ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીએ પરીક્ષાના ભોગે આયખું ટૂંકાવ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીના આ પગલાંને કારણે પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો છે. વિદ્યાર્થિનીના અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લગભગ પરીક્ષામાં નપાસ થવાના ડરના કારણે વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હોય છે.
આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. વિદ્યાર્થિનીએ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. ખાસ કરીને રાજકોટ શહેરમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ત્યારબાદ વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ હતી.
રાજકોટમાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ સવારે ધોરણ 12ના એક વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે આ વિદ્યાર્થીએ નપાસ થવાના ડરને કારણે આ પગલું ભર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment