સુરાપુરા ધામ ભોળાદ દરેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને મિત્રો આપની જણાવી દઈએ કે અહીંની ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા મોટાભાગના ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આજે સમગ્ર ગુજરાતમાંથી ખૂણે ખૂણે અઢારે વરણ દાદા ની શ્રદ્ધા રાખીને દર્શન માટે આવતા હોય છે.
દાદાના સાનિધ્યમાં એક પણ રૂપિયાની આશા વગર નિસ્વાર્થ ભાવે દાદા બાપુ નિમિત બનીને લોકોનો કલ્યાણ કરવાની સેવા કરી રહ્યા છે.દાનભા બાપુ ભોળાનાથ ખાતે ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને મહત્વની વાત એ છે કે આજના યુવાનો જ્યારે વ્યસન પાછળ પોતાની જિંદગી ખરાબ કરી રહ્યા છે
View this post on Instagram
ત્યારે દાનભા બાપુ દારૂનું વ્યસન છોડાવી રહ્યા છે અને લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરાવવા માટેનું બીડું પણ હાથમાં લીધું છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ભોળા ગામે માત્ર આસ્થાનું નહીં પરંતુ જીવન સુધારક સ્થાન બની ગયું છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાનવા બાપુ કહે છે કે જે નિશાના માર્ગે જતા રહ્યા છે અંધશ્રદ્ધામાં જતા રહ્યા છે તેવા 65 થી 70 હજાર લોકોને દારૂ બંધ કરાવ્યો છે. ખરેખર દાનભા બાપુને વિનમ્ર ભાવથી નમન કરવાની જરૂર છે કારણ કે તેઓએ પાછળથી 70 હજાર લોકોના પરિવારની જિંદગી બદલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment