ગુજરાતમાં અહીં માટીના ઢગલા સ્વરૂપે બિરાજમાન છે ભગવાન,620 વર્ષ પહેલા બાદશાહ સાથે ભગવાને કર્યું હતું એવું કે…

સમગ્ર વિશ્વભરમાં ભારતની તેની સંસ્કૃતિ અને ધર્મના કારણે પહેચાન છે. આપણા દેશમાં અનેક મંદિરોની વિવિધ વિવિધ ધાર્મિક ઓળખાણ અને રહસ્ય છુપાયેલા છે ત્યારે આજે અમે તમને પાટણના પદ્મનાભ ભગવાનના મંદિર નો ઇતિહાસ જણાવવાના છીએ કારણ કે આ મંદિરમાં પદ્મનાભ ભગવાન સોના ચાંદી પથ્થર કે કોઈ મૂર્તિ સ્વરૂપે નથી

પણ માટીના ઢગલા સ્વરૂપે છે અને લોકોની આસ્થા તેમના પ્રત્યે જોડાયેલી છે.પાટણ શહેરના રામનગર ખાતે પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલું છે અને મંદિરમાં રહેલા ભગવાન માટીના ઢગલા સ્વરૂપે પૂજાય છે અને ભગવાન પદ્મનાભ 33 કોટી દેવી-દેવતાઓ સાથે માટીના ઢગલામાં બિરાજમાન છે.

આ મંદિરનો ઇતિહાસ 620 વર્ષ જૂનો છે. કહેવાય છે કે તેઓ વિષ્ણુજીનો 24મો અવતાર છે અને ઐતિહાસિક નગરી પાટણમાં અનેક દેવી-દેવતાઓના મંદિર આવેલા છે જેમાં લોકોની શ્રદ્ધા જોડાયેલી છે.કહેવાય છે કે પાટણમાં મુઘલ સામ્રાજ્ય દરમિયાન શહેરીજનોને પીવાની પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય

હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવ્યા હતા. પદ્મનાભ ખોદકામ માટે ગયા ન હતા એટલે બાદશાહ એ તેમને દરબારમાં બોલાવીને સરોવરના ખોદકામ માટે ના આવવાનું કારણ પૂછતા પદ્મનાભ ભગવાને સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી હતી.

અને આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું અને આ ચમત્કાર બાદ બાદશાહે પોતાના શરીર ઉપર પડેલા પાછા મટાડવા તેમને વિનંતી કરી અને ભગવાને ચાકડા પરની માટીનો લેપ લગાવી શાળા ત્રણ દિવસ સુધી સૂઈ રહેવાની સલાહ આપી હતી અને અસાધ્ય રોગમાંથી બાદશાહને મુક્તિ અપાવી હતી

એટલા માટે પ્રસન્ન થયેલા બાદશાહ એ ભગવાનને કંઈક માંગવાનું કહેતા ભગવાને વાડીની રચના કરવા માટે ખેડયા વગરની અને કુવારી જગ્યાની માંગણી કરી હતી. બાદશાહ અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાલ જગ્યા આપી ત્યાં વાડીની રચના કરી અને તેઓ સ્વયં માટીના ઢગલા સ્વરૂપે બિરાજમાન થયા ત્યારથી આ મંદિરમાં તેઓ પૂજાય છે.

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*