ધોર કળયુગ..! દીકરાએ 70 વર્ષના પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને રસ્તાની વચ્ચોવચ પિતાને…જુઓ વિડિયો

Published on: 11:30 am, Tue, 20 September 22

મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમારો પણ બાટલો ફાટી જશે. જેમાં એક દીકરો પોતાના 70 વર્ષના પિતા સાથે ન કરવાની હરકતો કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીકરો પિતાની કુરતાપૂર્વક ધુલાઈ કરી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ પોતાના પિતાને કપડા વગર ઘરની બહાર કાઢી મૂકે છે અને રસ્તા ઉપર પિતાને થપ્પડ લગાવે છે.

આ શરમજનક ઘટના રાજસ્થાનના જોધપુરમાંથી સામે આવી છે. આ ઘટના જોધપુરના રાતાનાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે રાત્રે 9:00ની આસપાસ બની હતી. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ રાજેન્દ્ર ગૌડ નામના વ્યક્તિ અજત કોલોનીમાં પોતાના બે દીકરા કુંતીનંદન (ઉંમર 38 વર્ષ) અને છત્રસાલ (ઉંમર 35 વર્ષ)ની સાથે રહે છે.

તેમના બંને દીકરા બેરોજગાર છે. રવિવારના રોજ નાનો દીકરો છત્રસાલે પોતાના પિતા પાસે દારૂના પૈસા માગ્યા હતા. ત્યારે તેમના પિતા પૈસા આપવાનો ઇનકાર કરી દે છે. ત્યારે ગુસ્સામાં ભરાયેલો છત્રસાલે મન ફાવે તેવી રીતે પોતાના પિતાની ધુલાઈ કરે છે અને કપડા વગર પોતાના પિતાને ઘરની બહાર કાઢી મૂકે છે.

પિતા તેને સમજાવવાના ઘણા પ્રયત્નો કરે છે. પરંતુ તે પોતાના પિતાને પણ થપ્પડ લગાવી દે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણકારી મળ્યા બાદ રાજેન્દ્ર ગૌડના ભત્રીજાએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

લગભગ 10:00 વાગ્યાની આસપાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે પોલીસે પુત્રને ચેતવણી આપીને છોડી દીધો હતો. ત્યારે સોમવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ રાજેન્દ્ર ગૌડના ભત્રીજાએ પોલીસ સ્ટેશનમાં છત્રસાલ વિરુદ્ધ કેસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે કેસના આધારે છત્રસાલની ધરપકડ કરી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને છત્રસાલના પડોશીઓએ પણ જણાવ્યું કે, તે તેના પિતાને અનેક વખત પરેશાન કરતો અને નશાની હાલતમાં તે ઘરની વસ્તુઓની પણ તોડફોડ કરતો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વીડિયો જોઈને મિત્રો તમે જ કહો કે આવા દીકરા નું શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોર કળયુગ..! દીકરાએ 70 વર્ષના પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા અને રસ્તાની વચ્ચોવચ પિતાને…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*