ગુજરાતમાં કોરોના ના કપરા સમયમાં પ્રથમ વખત બન્યું કંઈક એવું , જાણી ને ચોંકી જશો

Published on: 9:08 am, Thu, 13 August 20

આપણા દેશમાં કોરોના ના કેસ 23 લાખને પાર પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતની પરિસ્થિતિ પણ કોરોના ના કારણે ચિંતાજનક છે. ભયંકર વાયરસના વધતા જતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે કોરોના ના દર્દીઓ નો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી સારો છે. તો ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા માં કોરોના નું સંક્રમણ સતત દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરે પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1152 કોરોના ના કેસ નોંધાયા હતા . આ સાથે રાજ્યમાં કોરોના ના કુલ દર્દીઓનો આંકડો 74390 ઉપર પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલના તાજા આંકડા જોઈએ તો 977 દર્દીઓ સાજા થયા હતા તે મળીને કુલ આંકડો 57476 દર્દીઓએ કોરોના ને હરાવેલ છે.આ તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 77.15% થયો છે . આ સાથે જ રાજ્યમાં આજે સુરત ,અમદાવાદ , મહીસાગર, જામનગર, દાહોદ અને વડોદરામાં કોરોના ના સૌથી વધારે દર્દીઓ સાજા થયા હતા

કોરોનાવાયરસ એ કેટલા લોકોનો ભોગ લીધો ?

રાજ્યમાં કોરોના થી છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓનો ભોગ લીધેલ છે. જેને લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 2715 દર્દીઓની સારવાર દરમ્યાન મોત નીપજ્યા છે . એ મહત્વનું છે કે ભારતમાં કોરોનાવાયરસ ના કેસ કે 23 લાખને પાર થઈ ચૂક્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 44000થી વધુ દર્દીઓના મોત થઇ ચુક્યા છે.

પ્રથમ વખત ગુજરાતમાં થઈ અનોખી ઘટના

આપણે જણાવી દઈએ કે મંગળવારે થયેલ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારવાને લઇને મુખ્યમંત્રીઓને વિનંતી કરેલ હતી. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધુ કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ ઘટના રાજ્યમાં પ્રથમ વખત બની હતી.

Be the first to comment on "ગુજરાતમાં કોરોના ના કપરા સમયમાં પ્રથમ વખત બન્યું કંઈક એવું , જાણી ને ચોંકી જશો"

Leave a comment

Your email address will not be published.


*