ટ્રકને ઓવરટેક કરવા જતા કાર ચાલક સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માત ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઘણા વિડીયો તો એવા હોય છે કે જે જોઈને આપણે ધ્રુજી જઈએ છીએ. આવો જ એક કાર અકસ્માત નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર ચાલક ટ્રકની ઓવરટેક કરતા રસ્તા ની બાજુ પર ફંગોળાઈ જાય છે. રાજ્ય સહિત દેશભરમાં રોજે રોજ અકસ્માતમાં અનેક લોકોના કમોતે મોત થાય છે.

ઘણીવાર વાહન ચલાવતી વખતે આપણી નાનકડી ભૂલ પણ ભારે પડી જાય છે. તેથી જ આપણે રસ્તા પર વાહન ચલાવવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવે છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં એક ટ્રક ને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે એક કારના ભુક્કા થઈ ગયા હતા.

ઓવરટેક કરવાના ચક્કરમાં લોકો ઘણીવાર આગળ નીકળી જાય છે. પરંતુ ક્યારેક તે મોટી ભૂલ સાબિત થાય છે, આવો જ એક કાર અકસ્માત થયો છે જેનો વિડીયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટી ટ્રકની પાછળ વાહનોની કતાર લાગેલી છે,

એક કાર ડ્રાઇવર ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રકની પાછળ હંકારીને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવર કાર પરનો કાબૂ ગુમાવી દે છે અને કાર રોડની નીચે ઉતરી જાય છે. જોકે તે થોડી જ વારમાં રસ્તા પર આવી જાય છે, પણ ડ્રાઇવર કારને કાબુમાં કરવામાં અસમર્થ થઈ જાય છે.

કાર ફરી રસ્તાથી નીચે ઉતરી ફંગોળાઈ જાય છે, પછી ઝાડ સાથે અથડાય છે ધૂળ જ જોવા મળે છે. એક ટ્વીટર યુઝરે લખ્યું આપણે ક્યારેય આ રીતે ઓવરટેક કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આ જીવલેણ બની શકે છે, બીજાએ લખ્યું આપણે ઓવરટેક કરતી વખતે હંમેશા સાવચેત રહેવું જોઈએ. થોડી બેદરકારી તમને મારી શકે છે,

એક ટ્વીટર યુઝરે લખ્યું ઓવરટેક કરતી વખતે આપણે આગળના વાહનથી યોગ્ય અંતર જાળવી રાખવું જોઈએ. દેશભરમાં દરરોજ સેકડો અકસ્માતો થાય છે, તેની પાછળ ઘણા કારણો છે. પરંતુ સૌથી મોટું કારણ લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું માનવામાં આવે છે. ભારત સરકારે રોડ નિયમોના ઉલ્લંઘન બદલ દંડની રકમમાં વધારો કર્યો છે. જોકે જ્યાં સુધી આપણે સાવચેત નહીં રહીએ ત્યાં સુધી આવા અકસ્માતો અટકાવી શકાતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*