ઘરની બહાર રમી રહેલા બે વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે, પરિવારના લોકોના મોઢા ખુલ્લા રહી ગયા…માતા-પિતા રડી રડીને અડધા થઈ ગયા…

Published on: 7:09 pm, Sat, 12 November 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તો ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં એક 2 વર્ષના બાળકનું મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની આબાદ ઇજાગ્રસ્ત થયેલા બાળકને પરિવારના લોકો હોસ્પિટલ લઈને દોડી પહોંચ્યા હતા.

પરંતુ ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતની ઘટના જયપુરના સદર પોલીસ સ્ટેશનના હસનાપુરમાં બની હતી. અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બની આબાદ મૃત્યુ પામેલા બાળકના પરિવારજનો અને લોકોમાં ખૂબ જ ગુસ્સો જોવા મળ્યો હતો. રોડ ઉપર બાળકના મૃતદેહને રાખીને આરોપીઓની ધરપકડ કરવાની લોકોએ માંગ કરી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે પરિવારના લોકોને સમજાવ્યા હતા.

ત્યારબાદ પરિવારના લોકોએ 2 વર્ષના માસુમ સિદ્ધાંતના અંતિમ સંસ્કાર કર્યા હતા. મળતી માહિતી અનુસાર સાંજના સમયે 5:00 વાગ્યાની આસપાસ સિદ્ધાંત રમતો હતો. ત્યારે તે રમતા રમતા રોડ ઉપર ચાલ્યો ગયો હતો. આ દરમિયાન એક ઝડપી કારે સિદ્ધાંતને જોરદાર ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે. મળતી માહિતી અનુસાર હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. માત્ર બે વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની બહાર રમી રહેલા બે વર્ષના માસુમ બાળક સાથે કંઈક એવું બન્યું કે, પરિવારના લોકોના મોઢા ખુલ્લા રહી ગયા…માતા-પિતા રડી રડીને અડધા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*