સુરતમાં પાલિકાની શાળામાં ધાબા પર વોટરપ્રૂફિંગનું કામ કરતા યુવક સાથે કંઈક એવું બન્યું કે… યુવકનું દર્દનાક મોત…

Published on: 6:23 pm, Fri, 18 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે જેમાં અમુક લોકો પોતાના જીવ ગુમાવે છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે, સુરતના ચોક બજાર ખાતે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ચાલી રહેલા વોટરપ્રૂફિંગની કામગીરી દરમિયાન છત પરથી ફટકાયેલા કામદારનું મોત નીપજ્યું હતું.

દુર્ઘટના ને પગલે શ્રમિકના પરિવારજનોના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા વળતરની માંગ કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે ચોક બજાર પાસે આવેલ ભરી માતા સાબરી નગરમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 111 માં છત પર વોટરપ્રૂફિંગની કામગીરી કતારગામ ઝોન દ્વારા હાથ ધરવામાં આવી હતી. ચોથા માળ પર ચાલી રહેલી કામગીરી દરમિયાન ગતરોજ બપોરે શ્રમિક છત પર થી પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જેને પગલે 20 વર્ષીય શ્યામ નારસિંગ ડામોર નામક શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રાત્રે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે શ્યામસિંગ ડામોર નું મોત નીપજતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના ફાયર સેફટી ના સાધનો વિના કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો આક્ષેપ મૃતક ના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જેથી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં પાલિકાની શાળામાં ધાબા પર વોટરપ્રૂફિંગનું કામ કરતા યુવક સાથે કંઈક એવું બન્યું કે… યુવકનું દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*