13 month old baby dies: હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. આ ઘટનામાં રમતા રમતા 13 મહિનાના બાળકનું તડપી તડપીને મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો આ ઘટના 18મે ના રોજ ભોપાલના(Bhopal) કોલાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
અહીં રહેતા એક પરિવારના ઘરે સવારે 9:00 વાગ્યાની આસપાસ મહેમાન આવ્યા હતા. આ દરમિયાન માસુમ બાળકના માતા પિતા મહેમાનને ચા નાસ્તો પીરસવામાં વ્યસ્ત હતા. ત્યારે માત્ર 13 મહિનાનો બાળક રમતો રમતો પાણીથી ભરેલી ડોલ પાસે પહોંચ્યો હતો.
ત્યાર પછી તે પાણીથી ભરેલી ડોલ પકડીને ઉભું રહેવાની કોશિશ કરી રહ્યો હતો, પછી તો કંઈક એવું બન્યું કે આખું પરિવાર દોડતું થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ડોલ પાસે રમી રહેલો બાળક અચાનક જ ડોલમાં ઊંધા માથે પડ્યો હતો. જેના કારણે તે પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થયા બાદ બાળકના પરિવારના લોકો તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ત્યાં બાળકની તબિયતમાં સુધારો ન થતા તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર પછી હોસ્પિટલ ના ડોક્ટરે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. માત્ર 13 મહિનાના દીકરાનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે બાળક જ્યારે ડોલ પાસે રમી રહ્યો હતો, ત્યારે તેના માતા-પિતા મહેમાન સાથે વાતચીતમાં વ્યસ્ત હતા. ત્યાર પછી બાળક પાણીથી ભરેલી ડોલમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં ઘણા દિવસોની સારવાર ચાલ્યા બાદ બાળકનું ગઈકાલે મોત થયું છે.
આ ઘટના દરેક માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે તેનું નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. એક નાનકડી એવી ભૂલ બાળકનો જીવ જખમમાં મૂકી શકે છે. આ પહેલા પણ તમે આવી ઘણી બધી ઘટનાઓ સાંભળી હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment