આ અકસ્માતનો વિડીયો જોઈને તમે જ કહો આમાં કોની ભૂલ હતી..? વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 1:39 pm, Fri, 26 May 23

Accident viral video: દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. દરરોજ અકસ્માતની ઘટનામાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવતા હશે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ વિશે સાંભળ્યું હશે જેમાં એક જણાની ભૂલના કારણે ભયંકર અકસ્માત સર્જાતો હોય છે. આવી ઘટનાના તમે ઘણા અવારનવાર વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે.

ત્યારે હાલમાં તેવી જ એક અકસ્માતની ઘટનાનો કાળજો કંપાવી દેનારો વિડિયો સામે આવી રહ્યો છે. આ અકસ્માતની ઘટનાના વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આ ઘટનામાં કોની ભૂલ હતી. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, હાઇવે રોડ ઉપર બે બસ આગળ પાછળ આવતી નજરે પડી રહે છે.

આ દરમિયાન સ્કુટી સવાર બે યુવકો હાઇવે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન સ્કુટી સવાર યુવકો ખૂબ જ ઉતાવળમાં આજુબાજુ જોયા વગર હાઇવે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. જેના કારણે સ્કુટી સવાર બંને યુવકો એક લાલ કલરની બસની અડફેટેમાં આવી ગયા હતા.

ટક્કર એટલી જોરદાર હતી કે સ્કુટી સવાર બંને યુવકો રોડ ઉપર ઘસડાઈને દૂર જઈને પડ્યા હતા. આ ઘટના બનતા જ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પોતાના વાહન ધીમા પાડી દે છે. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતની ઘટના રોડ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, હાઇવે રોડ ઉપરથી બસ આવતી નજરે પડી રહે છે. છતાં પણ સ્કુટી સવા બે યુવકો જરાક પણ રાહ જોયા વગર ઉતાવળમાં રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે જેના કારણે બંને યુવકો બસની અડફેટમાં આવી ગયા હતા. વાયરલ થઈ રહેલા ઘટનાના સીસીટીવી ફૂટેજ ક્યાંના છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ જાણવા મળી રહ્યો છે કે આ ઘટના 17 તારીખ ના રોજ બની હતી. અકસ્માતની ઘટનાનો વિડીયો ટ્વિટર પર @popp નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. મિત્રો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી? તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં અવશ્ય આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ અકસ્માતનો વિડીયો જોઈને તમે જ કહો આમાં કોની ભૂલ હતી..? વિડીયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*