સાંજના સમયે ધાબા ઉપર ગયેલા 22 વર્ષના પટેલ યુવક સાથે બન્યું કંઈક એવું કે આકળે મોત…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું…

Published on: 4:10 pm, Wed, 5 October 22

જામનગરમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અગાસી ઉપરથી જાહેરાતનું બોર્ડ ઉતારવા ગયેલા યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલા સાધના કોલોની વિસ્તારમાં રહેતો યુવાન પોતાની અગાસી ઉપર જાહેરાતનું બોર્ડ ઉતારવા માટે ગયું હતું. બોર્ડ ઉતારતી વખતે તે ઈલેક્ટ્રીક થાંભલાના હાઈ વોલ્ટેજ તારને અડી જાય છે.

જેના કારણે યુવકને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટના બન્યા બાદ આસપાસના લોકો યુવકને સારવાર માટે તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુની બાજુ હતું. યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 22 વર્ષીય જય નીતિન ભુવા જામનગર શહેરના રણજીત સાગર રોડ પર આવેલા સાધના કોલોની એમ 17 ફ્લેટ નંબર 2697માં પોતાના પરિવાર સાથે રહે છે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સાંજના સમયે જય પોતાની અગાસી ઉપર ગયો હતો. તે અગાસી ઉપર જાહેરાતનું બોર્ડ ઉતારવા માટે ગયો હતો.

આ દરમિયાન જય ઈલેક્ટ્રીક થાંભલાનો હાઈ વૉલ્ટેજના તારને અડી જાય છે. જેના કારણે તેને ખૂબ જ જોરદાર કરંટ લાગ્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ જયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન જયને મૃત્યુ નીપજ્યું હતું.

જયનું મૃત્યુ થતા જ તેના પરિવાર અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાંજના સમયે ધાબા ઉપર ગયેલા 22 વર્ષના પટેલ યુવક સાથે બન્યું કંઈક એવું કે આકળે મોત…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*