શાળામાં મિત્રો સાથે લીમડાના ઝાડ પર રમી રહેલા 14 વર્ષના બાળક સાથે કંઈક એવું બન્યું કે… બાળકનું રીબાઈ રિબાઈને મોત…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે બાળક પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને ગળાફાંસો લાગી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું.

બાળક પોતાના મિત્રો સાથે ઝૂલા ઉપર રમતો હતો, ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યું હતો અને ઝુલાની દોરીમાં તેનું ગળું ફસાઈ ગયું હતું. જેના કારણે તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ તેની સાથે રમી રહેલા અન્ય બાળકો ત્યાંથી ભાગી ગયા હતા. આ ચોકાવનારી ઘટના રાજસ્થાનના સિરોહીમાંથી સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર તેલપુર ગામની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં બપોરના 1.30 વાગ્યાની આસપાસ છૂટી પડી ગઈ હતી. બે વાગ્યા સુધીમાં તો શાળાનો બધો સ્ટાફ શાળામાંથી નીકળી ગયો હતો. પરંતુ સાંજના ચાર વાગ્યાની આસપાસ તે જ વિસ્તારના ચારથી પાંચ બાળકો શાળામાં આવેલા લીમડાના ઝાડ પર રમી રહ્યા હતા.

લીમડાના ઝાડ પર દોરડું બાંધીને તેઓ અહીં હીચકા ખાઈ રહ્યા હતા. 14 વર્ષનો પપ્પુ રામ નામનો બાળક પણ હિંચકા ખાતો હતો. આ દરમિયાન તેનો પગ લપસ્યો હતો. ત્યારે હીચકાનું દોરડું તેના ગળામાં ફસાઈ ગયું હતું. દોરડું ગળામાં ફસાતા જ તેને ગળાફાંસો લાગી ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ દ્રશ્યો જોઈને તેની સાથે રમી રહેલા તેના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા.

ઘણા સમય પછી એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો ત્યારે તેને આ દ્રશ્યો જોયા હતા. પછી તેને આ ઘટનાની જાણ ગામના લોકો અને પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ 14 વર્ષના દીકરાને નીચે ઉતારવામાં આવ્યો હતો.

દીકરાના મૃતદેહને જોઈને માતા રડી પડી હતી અને ઘટના સ્થળે જ પોતાના દીકરાને બાથ ભરીને માતા રડવા લાગી હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલો બાળક તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*