દિવાળીના દિવસે કપડાં ખરીદવા ગયેલી દીકરી સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે, પરિવારના લોકોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય – જાણો સમગ્ર ઘટના

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તમે ઘણી એવી ગંભીર અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. જેના કારણે હસતો ખેલતો પરિવાર વિકરાઇ જાય છે. ત્યારે વડોદરામાં સાવલીમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ ઘટનામાં દિવાળીના કપડાં ખરીદવા ગયેલી યુવતીને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર વડોદરાથી સાવલી પોતાની બહેનના ઘરે ગયેલી યુવતી બનેવી સાથે સાવલીમાં કપડાં ખરીદવા ગઈ હતી. જ્યાં ગોઠડા પાસે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં યુવતી નું મૃત્યુ નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલી યુવતીનું નામ કોમલ વાદી હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. દસ દિવસ પહેલા કોમલ સાવલીના નમીસરા ગામે બહેનને ત્યાં રહેવા માટે ગઈ હતી. દિવાળીનો તહેવાર હોવાના કારણે બનેવી વિજયભાઈ સામલભાઈ વાદી પોતાની સાળી કોમલ સાથે સાવલી કપડાં લેવા જતા હતા.

દિવાળીના દિવસે લગભગ બપોરે 3:30 વાગ્યાની આસપાસ ગોઠડા સ્ટેશન પાસે તેમને અકસ્માત નડ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કોમલના માથાના ભાગે અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ કોમલની ઇજાગ્રસ્ત હાલતમાં સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પરંતુ ગંભીરને કોમલ ઇજા પહોંચી હોવાના કારણે તેનું હોસ્પિટલમાં જ કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ મૃતક કોમલના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. કોમલનું મૃત્યુ થતા જ દિવાળીનો ખુશીનો તહેવાર શોખમાં ફેરવાઈ ગયો હતો.

કોમલના મૃત્યુના સમાચાર મળતા જ તેના પિતા જયંતીભાઈ વાદી અને તેનું આખું પરિવાર હોસ્પિટલ પહોંચી આવ્યો હતો. વહાલ સોયી દીકરીનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*