ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષા ની બેઠકમાં ગઈકાલે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં યુવાને વેક્સિનેશન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા પર નિર્ણય લેતા રાજ્યમાં આજે જિલ્લાઓમાં 1200 નવા વેક્સિનેશન કેન્દ્રો ઉભા કરાયા.
અને આજે મોટે ભાગ 18 થી 45 વર્ષના લોકોને વેક્સિનેશન કરાવી શકાય તેવી શક્યતા છે. રાજ્યમાં ચાર મેથી તમામ જિલ્લાઓમાં 18 થી 44 વયના જૂથના લોકોને આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આજરોજ રાજ્યમાં સવા બે લાખ વેક્સિન ના ડોઝ આપવામાં આવશે.
રાજ્યના 33 જિલ્લાઓમાં 1200 કેન્દ્રો ઉપર રસીકરણ પ્રક્રિયા શરૂ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 17639673 લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. આમાંથી રાજ્યમાં પ્રથમ ડોઝ 1349392 લોકોએ લીધો છે. જ્યારે રાજ્યમાં બીજો ડોઝ લેનાર 4230281 લોકો છે.
અત્યાર સુધી રાજ્યમાં 10 હજારના યુવાનોન વેક્સિન મળતી હતી પરંતુ હવે આજથી રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વેક્સિનેશન શરૂ થશે. જાણકારી અનુસાર જાણવા મળ્યું છે કે રાજ્યમાં હજુ બે લાખ યુવાનોને વેક્સિન મળશે. અત્યાર સુધી રાજ્યમાં 18 લાખ યુવાનોને વેક્સિન અપાઇ ચૂકી છે.
આજે રાજ્યમાં મેગા વેક્સિનેશન કાર્યક્રમ શરૂ છે. આજે રાજ્યમાં ત્રણ લાખ લોકો ની વેક્સિન આપવાની કામગીરી કરવાની છે. આ ઉપરાંત હજુ રસીકરણ માટે બે લાખ યુવાનોને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિજય રૂપાણીનું એમ કહેવું છે કે રાજ્યમાં 45 વર્ષથી વધુ વયના ઉંમરના લોકોને સરળતાથી રસી મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment