ભારતના આટલા ટકા લોકો માને છે કે પ્રધાનમંત્રી મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ દેશમાં મોંઘવારી કાબૂની બહાર, જાણો શું થયો સર્વે માં મોટો ખુલાસો?

Published on: 9:20 am, Mon, 1 February 21

ભારતમાં સતત વધી રહેલી મોંઘવારી ને લઈને મોદી સરકાર વિરુદ્ધ લોકોને ભારે ગુસ્સો છે.વિપક્ષ સહિત ભારતની આમ જનતા પણ હવે તો મોંઘવારી માટે સરકારને જવાબદાર માની રહી છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં આ પ્રકારનો ખુલાસો થયો.

અને તેમાં જણાવ્યા પ્રમાણે દેશમાં 3/4 લોકો માને છે કે ત્યારથી નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દેશમાં મોંઘવારી કાબૂની બહાર છે.આઇ.એ.એન.એસ-સી વોટર બજેટ ટ્રેકર મળેલી માહિતી પ્રમાણે 3/4 જનતા માને છે.

કે પ્રધાનમંત્રી મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશ માં મોંઘવારીમાં મોટો વધારો થયો છે.હાલમાં લગભગ 72.1 ટકા એવું માને છે કે પ્રધાનમંત્રી મોદી વડાપ્રધાન બન્યા બાદ દેશમાં મોંઘવારી વધી છે જ્યારે 2015 માં માત્ર 17.1 ટકા ને આવો અનુભવ હતો.

બજેટ ટ્રેકરના જણાવ્યા અનુસાર વર્ષ 2020 માં ફક્ત 10.8 ટકા લોકોએ કહ્યુ હતું કે, વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે 12.8 ટકા લોકોનું કહેવું હતું કે કંઈ પણ બદલાયું નથી પણ આ પોલ માટે લગભગ 4 હજાર લોકો સાથે વાતચીત કરવામાં આવી.

જાન્યુઆરી મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડીયાના સર્વે કરવામાં આવ્યો હતો અને આ સર્વે નો વિષય કેન્દ્રીય બજેટ પાસેથી આશાઓ હતો. સર્વેમાં એક સવાલ પર 72.1 ટકા લોકોએ કહ્યું કે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ મોંઘવારી કાબુ બહાર જતી રહે છે અને વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.2015 મુદ્રાસ્ફિતી ના મોર્ચે મોદી સરકાર માટે આ મામલે આ સોથી ખરાબ સ્કોર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!