સમગ્ર દેશમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો છે અને અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના કારણે અત્યાર સુધીમાં 75 લોકો નું નિધન થઈ ગયું છે.
ત્યારે આ સમગ્ર ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની સંવેદના વ્યક્ત કરી છે. સાથે મૃત્યુ પામનાર લોકોને વળતર આપવાનું એલાન પણ કર્યું છે.
આ સમગ્ર જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. PMNRF માંથી મૃત્યુ પામનારના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કર્યો છે.
સમગ્ર ઘટનામાં યુપીના પ્રયાગરાજ માં કુલ 14 લોકોના મૃત્યુ થયા, દેહાત અને ફતેપુર માં 5 લોકોના મૃત્યુ થયા, કૌશાબીમાં 4 લોકોના મૃત્યુ થયા, ફિરોઝાબાદ માં 3 લોકોના મૃત્યુ થયા, ઉત્રાવ-હમીરપુર-સોનભદ્રમાં 3 લોકોના મૃત્યુ, કાનપુર-મિરઝાપુર-પ્રતાપગઢ-હર દોઇ માં એક વ્યક્તિનું મૃત્યુ થયા છે.
આ ઉપરાંત 22 લોકો ફસાયા છે. તેમજ 200 થી વધારે હવે મવેશિયોના મૃત્યુ પણ થયા છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા તાત્કાલિક સહાય માટે રકમ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
ઉપરાંત રવિવારના રોજ વીજળી પડવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત મધ્યપ્રદેશ માં વીજળી પડવાથી 7 લોકોનાં મૃત્યુ થયા છે. તેમજ શયોપુરી અને ગવાલિયર માં વીજળી પડવાથી 2 લોકોના મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment