તમારા ખાતામાં LPG સિલિન્ડરના સબસીડી ના પૈસા આવે છે કે નહીં, તે ચેક કરવા માટે બસ એટલું જ કરો…

Published on: 5:12 pm, Mon, 12 July 21

દેશમાં હાલમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓમાં પણ દિવસેને દિવસે વધારો થતો જાય છે. દેશની જનતા મોંઘવારીની મહામારી મુંઝાણી છે. ત્યારે તમને ખબર છે કે એલપીજી સિલિન્ડર સબસીડી આવે છે તમારી સબસીડી તમારા ખાતામાં જમા થાય છે કે નહીં તે ચેક કરવું હોય તો ઘરે બેઠા બેઠા જ કરી શકો છો.

તેના માટે આ સિમ્પલ આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

સૌપ્રથમ તમારે www.mylpg.in એપ ઓપન કરો. ત્યારબાદ તમારી સ્કિનની ડાબી બાજુ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડર ની તસ્વીર દેખાશે. ત્યાં તમારે તમારી ગેસ કંપની સિલેક્ટ કરવી પડશે.

ત્યારબાદ હવે તેની ડાબી બાજુ સાઇન ઇન અને ન્યુ યુઝરના ઓપ્શન પર ક્લિક કરો. જો તમે પહેલેથી આઇડી બનાવી લીધું હશે તો તમારે સાઇન કરવાનું રહેશે. અને જો તમારું આઇડી ન હોય તો તમારે ન્યુ યુઝર પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ એક નવો વિન્ડો ઓપન થશે ત્યાં તમારે ડાબી બાજુ VIEW સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તેમને ત્યાં જાણકારી મળશે કે કયા સિલિન્ડર પર તમને કેટલી સબસીડી આપવામાં આવી છે અને ક્યારે આપવામાં આવી છે.

ઉપરાંત તમને જો સબસીડી ના પૈસા મળ્યા નથી તો તમારે ફીડબેક વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમે સબસીડી ના પૈસા નથી મળ્યા તેની ફરિયાદ નોંધાવી શકો છો. આ ઉપરાંત આ ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તમારા ખાતામાં LPG સિલિન્ડરના સબસીડી ના પૈસા આવે છે કે નહીં, તે ચેક કરવા માટે બસ એટલું જ કરો…"

Leave a comment

Your email address will not be published.


*