ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 37 કેસ નોંધાયા છે અને કોરોના ના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિને મૃત્યુ થયું નથી. રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા છ દિવસ 10થી ઓછા દૈનીક કેસ નોંધાયા છે.
જ્યારે રાજ્યમાં 15 એવા જિલ્લા છે કે ત્યાં કોરોનાનો એક પણ કેસ નથી. ગુજરાતમાં હાલમાં 532 એક્ટિવ કેસ છે અને કોરોના ના કારણે 6 દર્દીઓ વેન્ટિલેટર પર છે. નર્મદા, પાટણ અને ડાંગ જેવા જિલ્લાઓમાં કોરોના નો એક પણ કેસ નથી.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ, સુરત કોર્પોરેશન માં 5, વડોદરા કોર્પોરેશન માં 4, મહેસાણામાં 3, બનાસકાંઠામાં 2, સુરેન્દ્રનગરમાં 2 તેમજ ભાવનગર, ભરૂચ, બનાસકાંઠા.
આણંદ, દાહોદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ડાંગ, જામનગર, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, રાજકોટ કોર્પોરેશન, સુરત અને વડોદરામાં એક એક કેસ નોંધાયો હતો.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર, અમરેલી, અરવલ્લી, ભાવનગર ગ્રામ્ય વિસ્તાર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ ગામ વિસ્તાર, છોટા ઉદયપુર, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, કચ્છ, પંચમહાલ, નવસારી, પોરબંદર, રાજકોટ, પાટણ, વલસાડ અને તાપીમાં એક પણ કેસ નોંધાયા નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10075 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 29341544 લોકોએ કોરોના ની રસી લીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 313740 લોકોએ કોરોના ની રસી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment