પેટ્રોલ-ડીઝલના ભાવમાં તમને ટૂંક સમયમાં મળી શકે છે રાહત, જાણો કેમ?

Published on: 9:49 pm, Sat, 17 July 21

દેશમાં દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. મળતી માહિતી મુજબ સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત ની વચ્ચે એક ડીલ થઈ છે.

જેમાં જાણવા મળ્યું છે કે કુડ વેલના પ્રોડક્શનમાં ઘટાડો કરવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જૂન મહિનામાં તેલ ઉત્પાદન કરતા દેશો એ કુડ ઓઈલનું ઉત્પાદન 5,90,000 બેરલ વધારીને 2.60 કરોડ બેરલ કરી દીધું હતું.

આ ઉપરાંત જુલાઈ મહિનામાં પણ કુડ ઓઈલનું ઉત્પાદન વધ્યું છે. અને મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં પણ કુડ ઓઈલનું ઉત્પાદન વધશે.

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વચ્ચે કુડ ઓઈલનની માંગ પર ફરીવાર અસર પડવાની સંભાવના છે.કુડ ઓઈલનું ઉત્પાદન વધવાના કારણે તેનો ભાવ પ્રતિ બેરલે 70 ડોલરથી પણ નીચે આવી શકે છે.

આ ઉપરાંત એક્સપર્ટ હોય એ જણાવ્યું છે કે આગામી દિવસમાં ગ્લોબલ માર્કેટ માં કુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાના સંકેત મળી રહ્યા છે.

આ સમાચાર ભારત માટે ખૂબ જ સારા છે તેનાથી ફક્ત ભારતનું આયાતબિલ જ ઓછું નહીં થાય પરંતુ ઇંધણના છૂટક ભાવ ઘટાડવામાં મદદ મળી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલના ભાવમાં તમને ટૂંક સમયમાં મળી શકે છે રાહત, જાણો કેમ?"

Leave a comment

Your email address will not be published.


*