ભારતભરમાં ઘણા બધા એવા મંદિરો છે જેની અલગ અલગ વિશિષ્ટતાઓ છે ત્યારે આજે આપણે ગુજરાતનું એક એવું ગામ જેનું નામ મહિલા સતી છે અને તે મહેસાણા જિલ્લામાં આવેલું છે અને અહીં લગભગ 800 વર્ષ પહેલા એક મહિલા ગુજરાતના ઝુલાસણ ગામે સતી બન્યા હતા
અને આજે હાજરા હજુર રહીને લોકોના દુખડાઓ દૂર કરે છે. આ સતી માતા લોકોને વિદેશ યાત્રા પર જવાનો રસ્તો પણ ખોલી આપે છે.કહેવાય છે કે જો તમે અહીં વિઝા મેળવવા માટે તેમની પ્રાર્થના કરો તો તમને ચોક્કસપણે પરિણામ મળે છે
અને તેના કારણે ગુજરાત રાજસ્થાન અને હરિયાણા સહિત ઘણા બધા રાજ્યમાંથી લોકો દર્શને આવે છે અને વિઝાની ઈચ્છા વ્યક્ત કરે છે અને લોકોની મનોકામનાઓ પૂર્ણ પણ થાય છે અને જો કોઈના ઘરે પારણું ના બંધાતું હોય તો તેમની માનતા રાખવાથી તેમના ઘરે બાળકનો જન્મ પણ થાય છે.
જો આ મંદિર વિશે વાત કરવામાં આવે તો લગભગ મહેસાણા થી 40 કિલોમીટર દૂર આવેલા ઝુલાસણ ગામની વસ્તી લગભગ 7000 જેટલી છે અને ત્યાંના પરિવાર દીઠ એક વ્યક્તિ વિદેશમાં રહે છે.
આ ડોલા માતાજીના મંદિરમાં શ્રદ્ધાને વિઝા મેળવવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ કોમી એકતા નું સંપૂર્ણ પ્રતિક પણ છે અને આ લગભગ 800 વર્ષથી તેમને પૂજવામાં આવે છે અને હિન્દુ મુસ્લિમ માટે આસ્થાનું કેન્દ્ર છે. હિન્દુઓ માતાજીને મીઠાઈ સુખડી અને શ્રીફળ ચઢાવે છે જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો ચાદર ચડાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment